અક્ષય-કેટરીનાની સૂર્યવંશી દિવાળી પર રિલીઝ નહીં થાય
મુંબઈ: થિયેટરમાં ફિલ્મો જોવાના શોખિન છો? અને અનલોક ૫માં થિયેટર ખુલવાના હોવાથી સૂર્યવંશી અને ૮૩ જેવી બિગ બજેટની ફિલ્મો જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છો? જો તમારો જવાબ હા છે તો પછી તમારે તમારી ઉત્સુકતા પર હાલ બ્રેક મારવાની જરૂર છે. કારણ કે, સ્ટોરી કંઈક હવે અલગ છે. વાત એમ છે કે, આ બંને ફિલ્મો હમણાં રિલીઝ થશે તેવી કોઈ શક્યતા નથી. અનલોક ૫ની ગાઈડલાઈન જાહેર કરતાં સરકારે ૧૫ ઓક્ટોબરથી ૫૦ ટકાની ક્ષમતા સાથે થિયેટર ખોલવાની મંજૂરી આપી છે. પહેલા sooryavanshi’ દિવાળીએ અને ‘૮૩’ નાતાલ પર રિલીઝ થવાની હોવાના રિપોર્ટ્સ હતા,
પરંતુ આ ફિલ્મ જોવા માટે ફેન્સે હજુ વધારે રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. રિલાયન્સ એન્ટરટેન્મેન્ટના સીઈઓ શિવાશીષ સરકારે ગુરુવારે તે વાત કન્ફર્મ કરી હતી કે, આ બંને ફિલ્મ હમણા રિલીઝ નહીં થાય. સરકારે કહ્યું હતું કે, થિયેટરો ૫૦ ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તે વાતથી તેઓ ખુશ છે. પરંતુ હજુ પણ પૂરી રીતે કન્ફર્મ કહી શકાય તેમ નથી કે ૧૫ ઓક્ટોબર બાદ થિયેટરો યોગ્ય રીતે ખુલશે કે નહીં. ‘આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થિયેટર હમણા ખુલવાના નથી.
તેથી ફિલ્મ ૮૩ અને sooryavanshiને રિલીઝ કરતાં પહેલા અમારે થોડી રાહ જોવી પડશે’, તેમ તેમણે કહ્યું હતું. sooryavanshi શિડ્યૂલ પ્રમાણે દિવાળી પર રિલીઝ નહીં થાય. તેના વિશે વાત કરતાં સરકારે કહ્યું કે, જુઓ, ૧ નવેમ્બરે બધા રાજ્યોમાં થિયેટરો ખુલી જાય તો પણ અમે માત્ર ૧૫ દિવસનું પ્રમોશન કરીને આવી મોટી ફિલ્મ રિલીઝ કરી શકીએ નહીં’. સરકારે તેમ પણ ઉમેર્યું કે, રિલીઝ ડેટ અંગે ર્નિણય લેતા પહેલા તેઓ થિયેટરોને ખુલવા દેશે અને ત્યારબાદ લોકોનો પ્રતિસાદ જાણશે. ‘કેટલીક ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. અમે પ્રક્રિયાને જોવા માગીએ છીએ.