સૌથી પહેલા કોરોના વેકસીનની રસી આરોગ્ય કર્મચારીઓને અપાશે
નવીદિલ્હી, કોરોના મહામારીની વિરૂધ્ધ જંગમાં સરકાર વેકસીન રૂપી હથિયારની સાથે તાકિદે મેદાનમાં ઉતરી શકે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને કોરોના વેકસીનની બ્લુ પ્રિંટની બાબતે માહિતી આપી છે તેમણે કહ્યું કે આગામી વર્ષ સુધી વેકસીન તૈયાર થઇ જશે. કોરોનાની વેકસીનને લઇ દુનિયાભરમાં પ્રયાસ ચાલી રહ્યાં છે અનેક દેશોએ વેકસીન બનાવી લીધી હોવાનો દાવો પણ કર્યું છે પરંતુ હજુ સુધી કોઇ પણ વૈકસીનને વૈશ્વિકરીતે ઉપયોગ કરવાની મંજુરી મળી નથી આવામાં આરોગ્ય મંત્રીનો દાવો ૧૩૦ કરોડ ભારતીયોને રાહત આપનાર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર કોવિડ ૧૯ વેકસીન આપવામાં પહેલી પ્રાથમિકતા આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે વેકસીનની ખરીદ કેન્દ્ર સરકાર કરશે અને દરેક ખરીદને ટ્રેક કરવામાં આવશે ભારતીય વેકસીન નિર્માતાઓને પુરી સરકારી સહાયતા આપવામાં આવી રહી છે જાે કે તેમણે કહ્યું કે ભારત કોવિડ ૧૯ હ્યુમન ચેલેજ ટ્રાયલમાં કામ કરવાની યોજના બનાવી રહી નથી સરકાર એ સુનિશ્ચિત કરશે કે વેકસીન દરેક કોઇને ઉપલબ્ધ થાય એ યાદ રહે કે ભારતમાં ત્રણ વેકસીન પર કામ ચાલી રહ્યું છે જેમાંથી બે સ્વદેશી છે આ ઉપરાંત બીજા દેશોમાં વિકસિત થનાર ટીકા પર પણ ભારત સરકારની નજર છે.
હર્ષવર્ધને કહ્યું કે અગ્રિમ મોરચાના આરોગ્ય કર્મચારીઓની યાદીમાં સરકારી અને ખાનગી ક્ષેત્ર ચિકિત્સક નર્સ પેરામેડિકલ કર્મી, સ્વચ્છતા કર્મી આશાકાર્યકરો નિગરાની અધિકારી અને સંક્રમિત દર્દીઓની માહિતી લગાવવા તેમની તપાસ કરવા તથા તેમની સારવારથી જાેડાયેલ અન્ય કર્મચારી સામેલ હશે સરકાર મોટા પાયા પર માનવ સંસાધન તૈયાર કરવા પ્રશિક્ષણ નિગરાની અને અન્ય વસ્તુઓ માટે પણ કામ કરી રહી છે જુલાઇ ૨૦૨૧ સુધી લગભગ ૨૦-૨૫ કરોડ લોકો માટે ૪૦-૫૦ કરોડ (રસી) ખુરાક પ્રાપ્ત કરવા અને તેનો ઉપયોગ કરવાનો અંદાજ છે.
તેમણે કહ્યું કે સરકાર રસીના તૈયાર થવા પર તેના નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વિતરણ સુનિશ્ચિત કરવા માટે ૨૪ કલાક કામ કરી રહી છે નીતિ આયોગના સભ્ય વી કે પોલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ પુરી પ્રક્રિયાનો મુસદ્દો તૈયાર કરી રહી છે સંવાદ દરમિયાન એક વ્યક્તિની આશંકાઓને દુર કરવાનો પ્રયાસ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રસીની કોઇ કાળાબજારી કરવા દેવામાં આવશે નહીં તેમણે કહ્યું કે રસી પૂર્વ નિર્ધારિત પ્રાથમિકતાના આધાર પર વિતરિત કરવામાં આવશે અને આ એક નક્કી કાર્યક્રમ અનુસાર કરવામાં આવશે.HS