ઓઢવઃ વિશાલનગરમાં જાહેર રોડ પર મારામારી કરતાં વીસ સામે કાર્યવાહી
નવ મહિલાઓ પણ સામેલ! બે દિવસ અગાઉ થયેલાં ઝઘડા વખતે પણ પોલીસ કાર્યવાહી થઈ હતી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં ઓઢવ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં બે દિવસ અગાઉ માથાકુટ થઈ હતી. જેને પગલે પોલીસે એક શખ્સની અટક કરી છઓડી મુકતાં સોમવારે રાત્રે તેણએ પાડોશીઓ સાથે ફરી ઝઘડો કર્યાે હતો. ત્યારબાદ સોસાયટીનાં જ રહીશો વચ્ચે મોટો ઝઘડો થતાં પોલીસે વીસ લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે ઓઢવનાં વિશાલનગર નજીક મારુતિનગરમાં સોમવારે રાત્રે વીસ જેટલાં શખ્સો વચ્ચે છુટા હાથની મારામારી થતાં વાતાવરણ ડહોળાયું હતું. જે ઘટનાની જાણ થતાં તુરંત જ આએઢવ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જાહેરમાં મારામારી કરતાં વીસ લોકોની અટક કરી હતી. જેમાં નવ મહિલાઓ પણ સામેલ છે. પોલીસે આ તમામ સામે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ તમામ લોકો મારુતિનગર તથા વિશાલનગરનાં રહેવાસી છે.
આ અંગે વાત કરતાં ઓઢવ પીઆઈ જાડેજાઅએ કહ્યું હતું કે બે દિવસ અગાઉ શૈલેષ ઠાકોર નામનાં શખ્સને દારૂ પીને ઝઘડવા બાબતે માથાકુટ થઈ હતી. એ વખતે પણ કેટલાંક ઈસમોની અટક કરવામાં આવી હતી. જેમને છોડી મુક્યા બાદ આ જ મુદ્દે ફરી ઝઘડો થયો હતો.