Western Times News

Gujarati News

તાહિર શબ્બીરે લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અક્ષિતા સાથે લગ્ન કર્યા

મુંબઈ: સીરિયલ બેપનાહ અને નિશા ઔર ઇસકે કઝિન સિલાય નામ શબાના અને ગિલ્ટી જેવી ફિલ્મોમાં કામ કરનાર તાહિર શબ્બીરે જીવનના નવા પડાવ તરફ પગ મૂક્યો છે. તેણે પોતાની લેડી લવ અક્ષિતા ગાંધી સાથે લગ્ન કરી લીધા છે. આ ગુડ-લૂકિંગ એક્ટરે લગ્ન દરમિયાન થતી અલગ-અલગ વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં તાહિર વ્હાઈટ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો જ્યારે તેની પત્નીએ ગ્રીન સાડી પહેરી હતી.

તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘શમ્સ, નાસ્તિક, ભટકનાર, ભટકતા રહ્યા અને ભટકતા રહ્યા. અંતે તેઓ રુમીને મળ્યા. તેણે હા પાડી અને બાદમાં તે સદાય માટે થઈ ગયા’. તાહિર શબ્બીર અને અક્ષિતાએ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૦માં સગાઈ કરી હતી અને તેમણે લોકડાઉન દરમિયાન જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કંગના રનૌત સાથે મણિકર્ણિકામાં પણ કામ કરનાર એક્ટરે ૧૮મી ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની એન્ગેજમેન્ટ સેરેમનીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

આ સુંદર તસવીરોમાં તાહિર ગોલ્ડન કલરની બ્રોકેડ શેરવાનીમાં જોવા મળ્યો હતો, જ્યારે અક્ષિતાએ સુંદર રોઝ ગોલ્ડ આઉટફિટ પહેર્યું હતું. તસવીરો બંને સાથે પર્ફેક્ટ લાગી રહ્યા હતા. તો બીજી તરફ અક્ષિતા ગાંધીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં તે કોઈ રસમ કરતી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીર હલ્દી રસમની હોય તેમ લાગી રહ્યું છે. જેમાં તેણે અને તાહિરે યલ્લો આઉટફિટમાં ટિ્‌વનિંગ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.