પ્રાંતિજના મોયદ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ
(પ્રતિનિધિ) પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મોયદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષે પણ હિંડોળા મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મંદિર ના સ્વામી શ્રી ગોપાલદાસજી ના હસ્તે હિંડોળા પ્રદર્શન હરિભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે.
મોયદ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પણ મંદિર ના મહંત સ્વામી શ્રી ગોપલદાસજી તથા સમસ્ત સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર દ્વારા હિંડોળા દર્શન હરિભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જેમાં હરિભક્તો બાળકો સહિત ધર્મ પ્રેમી લોકો હિંડોળા ના દર્શન ના લાભ લઈ ધન્યતા અનુભવી હતી તો મંદિર ચોક માં મોટા ઓ બાળકો ગરબે ઘુમતા નજરે પડયા હતાં તો મંદિર સંકુલમાં યંત્ર યુગમાં યંત્ર ની મદદથી ભગવાન સ્વામિનારાયણ નો અભિષેક માટે નું બનાવેલ યંત્ર આ વર્ષે આકર્ષણ નું કેન્દ્ર રહ્યું છે અને હરિભક્તો કે નાના થી મોટા સોવકોઇ માત્ર એક રૂપિયા નો સિક્કો નાખીને ભગવાન
શ્રી સ્વામિનારાયણ નો અભિષેક કરવા માટે લાંબી લાંબી કતારો લાગે છે તો મંદિર માં દરરોજ વિવિધ પ્રકારના હિંડોળા નું આયોજન કરવામાં આવેછે જેમાં મોયદ તથા આજુબાજુના ગામો ના હરિભક્તો સહિત ધર્મ પ્રેમી લોકો હિંડોળા ના દર્શન કરવા ઉમટી પડે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.*