Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચના ઉપક્રમે

(પ્રતિનિધિ) બાયડ : અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ ના ઉપક્રમે દ્વારા દરેક હિન્દૂ સમાજ માં સમરસતા આવે અને જાતિ જ્ઞાતિ વચ્ચે ના ભેદભાવો દૂર થાય તે માટે સમગ્ર દેશ માં ઉમદા કામગીરી કરી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમ ની સફળતા પાછળ અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ ના ઉપક્રમે મોડાસા કોલેજ માં આવેલ ભામાશા હોલ માં વિચાર- વિમર્શ – સંઘોષ્ટિ કાર્યક્રમ યોજાયો જેમાં આરએસએસ ના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ આદરણીય સુનિલ ભાઈ મહેતાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું .

જેમાં તમામ જાતિ ના તમામ જ્ઞાતિ વેપારીઓ પ્રબુદ્ધ નાગરિકો મહિલાઓ સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈ ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ કાર્યક્રમ ની શરૂઆત માં સત્યમ શિવમ સુંદરમ પ્રાર્થના કરવામાં આવી હતી અને આ પ્રાર્થના ની ઉર્જા થી ભવ્યતા પૂર્વક કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ ના અધ્યક્ષ અને સમગ્ર કાર્યક્રમ ના કર્તા હર્તા ચંદ્રકાન્ત ભાઈ પટેલે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય કરાવી સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા અને સામાજિક સમરસતા વિશે ટૂંક માં જાણકારી આપી હતી

ત્યારબાદ મહંત શ્રી બાલકદાસજી દ્વારા ઉપસ્થિત તમામ કાર્યકરો ને આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમ ના મુખ્ય વક્તા સુનિલ ભાઈ મહેતા એ હાલ વ્યક્તિ – વ્યક્તિ સમાજ – સમાજ અને જાતિ – જાતિ વચ્ચે જે વય મનસ્ય વધવા લાગ્યું છે એવામાં આ તાણા વાણા ની નીતિ માંથી હિન્દૂ સમાજ બહાર આવે તે અંગે સુંદર બૌદ્ધિક ઉપસ્થિત તમામ સમાજ ના કાર્યકરો ને પીરસ્યું હતું

ત્યારબાદ તમામ સમાજ ના કાર્યકરો સાથે બેસી વિચાર – વિમર્સ – અને ગોષ્ટિ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી અને છેલ્લે તમામ સમાજ માં ઉપસ્થિત કાર્યકરો એ સામાજિક સમરસતા પ્રમાણે સાથે ભોજન લઇ કાર્યક્રમ ને વિરામ આપવામાં આવ્યો હતો આ સમગ્ર સફળ કાર્યક્રમ નું આયોજન અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ ના અધ્યક્ષ ચંદ્રકાન્ત ભાઈ અને તેમની ટીમે કર્યું હતું કાર્યક્રમમાં થયેલ સંગોષ્ઠી વખતે ભાવુક દશ્યો પણ જોવા મળ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.