બેટલરેટ પાર્ટીમાં કાજલ અગ્રવાલે ખૂબ મસ્તી કરી
મુંબઈ: સાઉથ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ૩૦ ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહી છે. મુંબઈના બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે કાજલ લગ્ન કરશે. ‘સિંઘમ’ની એક્ટ્રેસ માટે હાલમાં જ તેને ગર્લ ગેંગે બેચલરેટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેની તસવીરો સામે આવી છે. આ પાર્ટીમાં કાજલની બહેન અને તેની બહેનપણીઓ હાજર રહી હતી. કાજલ અગ્રવાલની બહેન અને એક્ટ્રેસ નિશા અગ્રવાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બેચલરેટ પાર્ટીની તસવીરો શેર કરી છે.
બ્લેક શોર્ટ ડ્રેસમાં કાજલ ખૂબ સુંદર અને ખુશ દેખાઈ રહી છે. આ બેચલર પાર્ટીમાં કાજલ વાળમાં બ્લેક રંગની પ્લેબોય હેરબેન્ડ પહેરી છે. તો તેની બહેન નિશા પણ બહેનની બેચલરેટ પાર્ટીમાં ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી હતી. તસવીરોમાં પોઝ આપતી કાજલના હાથમાં મોટી ડાયમંડ રિંગ પણ જોઈ શકાય છે. મિનિમલ મેકઅપ, મેચિંગ ઈયરિંગ અને ડાયમંડ બ્રેસલેટ સાથે થ્રીડી બટરફ્લાય હિલ્સમાં કાજલનો બેચલરેટ પાર્ટીનો લૂક શાનદાર હતો. આ પાર્ટી કાજલના ઘરે યોજાઈ હશે તેવું લાગી રહ્યું છે. આસપાસ મેટાલિક બલૂન્સથી ડેકોરેશન કરેલું જોઈ શકાય છે. કાજલની નજીકની ફ્રેન્ડ નેહા ચોપડા પણ બેચલરેટ પાર્ટીમાં સામેલ થઈ હતી.
તેણે પણ બ્રાઈડ ટુ બી કાજલ સાથે પોઝ આપતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જણાવી દઈએ કે, કાજલનો પતિ ગૌતમ કિચલૂ ડિસ્ક્રેન લિવિંગનો ફાઉન્ડર છે. ડિસ્ક્રેન લિવિંગ ઈન્ટરિયર ડિઝાઈન અને હોમ ડેકોર પ્રોડક્ટ્સનું ઓનલાઈન પોર્ટલ છે. ૩૫ વર્ષીય કાજલ અગ્રવાલે ઓગસ્ટ મહિનામાં ગૌતમ સાથે સગાઈ કરી હતી તેવા અહેવાલો છે. કાજલે હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ૩૦ ઓક્ટોબરના રોજ ગૌતમ સાથે લગ્ન કરવાની પુષ્ટિ કરી હતી.
કાજલના જણાવ્યા અનુસાર તેમના લગ્નમાં માત્ર નજીકના પરિવારજનો જ હાજરી આપશે અને તેમના લગ્ન મુંબઈમાં જ થવાના છે. ગૌતમ કિચલૂની બહેન ગૌરી કિચલૂ નાયર કે જે મુંબઈની એક જાણીતી એડવર્ટાઈઝિંગ ફર્મની મેનેજિંગ પાર્ટનર છે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભાઈ-ભાભીની સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરવાની સાથે તેણે કાજલને અભિનંદન પાઠવ્યા હતા.