બાહુબલીની સાથે અમિતાભ બચ્ચન ફિલ્મમાં નજર આવશે

મુંબઈ: બાહુબલી ફેમ પ્રભાસ શું સ્ટારડમ ફક્ત ભારતમાં જ નહીં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી રહી છે. હવે ટૂંક સમયમાં જ પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી દર્શકોને જોવા મળશે. હાલમાં જ વૈજયંતી મૂવીઝે તેમની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે.
જેમાં પ્રભાસ અને દીપિકા એક સાથે જ નજર આવશે. આ સાથે જ એટલું તો નક્કી છે કે, આ ફિલ્મ ઇન્ડિયન સિનેમાનાં ઇતિહાસમાં સૌથી મોટી ફિલ્મ હશે. તો આ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. ફિલ્મમાં થઇ અમિતાભની એન્ટ્રી- વાત એ છે કે,
વૈજયંતી મૂવીઝની આ ફિલ્મમાં હવે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઇ ગઇ છે. વૈજયંતી મૂવીઝે અધિકારિક રીતે આ વાતની જાહેરાત કરી દીધી છે.
દીપિકા અને પ્રભાસની સાથે હવે અમિતાભ બચ્ચન પણ મોટી સ્ક્રિન પર નજર આવશે. વૈજયંતી મૂવીઝે તેમની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કરી આ વાતની જાહેરાત કરી છે. આ વીડિયોમાં અમિતાભની ફિલ્મોની ઝલક દર્શાવવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, ફિલ્મ સાયન્સ ફિક્શન શૈલીથી બનવવામાં આવશે. અને આ પ્રોડક્શનમાં બનેલી આ સૌથી રોમાંચક ફિલ્મોમાંથી એક હોવાની આશાછે.
અનુભવી નિર્માતા સી અશ્વિની દત્તનાં પ્રોડક્શન હાઉસ વૈજયંતી માંથી એક છે.આ પ્રોડક્શન હાઉસ તેનાં ભવ્ય સિનેમા માટે ખુબજ જાણીતું છે. અને હમેશાં એક વિશાળ કેનવાસ પર ફિલ્મોની રચના કરે છે.
એવું કહેવું કંઇ જ ખોટું નહીં હોય કે, પ્રભાસ, દીપિકા અને અમિતાભની આ ફિલ્મમાં કંઇ ખાસ હશે. આ પહેલાં પ્રભાસ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ ‘સાહો’માં જોડી જમાવી ચૂક્યો છે. ‘સાહો’ પણ એક સાઇ-ફાઇ ફિલ્મ હતી. એક્શનથી ભરપૂર સાહો ફિલ્મમાં પ્રભાસે જાતે હિન્દી ભાષામાં ડબિંગ કર્યુ હતું.