DPS સ્કુલની પ્રાથમિક વર્ગોની માન્યતા રદ કરાઇ
અમદાવાદ: બાબા નિત્યાનંદના વિવાદથી ચર્ચામાં આવેલી ડીપીએસ સ્કુલની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ડીપીએસ સ્કુલની પ્રાથમિક વર્ગો માટે માન્યતા રદ કરાઇ છે સરકારે ડીપીએસ સ્કુલને ૫૦ લાખનો દંડ ફટકાર્યો છે એપ્રિલ ૨૦૨૧થી પ્રાથમિક વર્ગો બંધ કરાશે આરટીઇ એકટ હેઠળ પ્રાથમિકની માન્યતા રદ કરી છે ડીપીએસ પાસે બ્યુ પરમિશન ન હતી એટલું જ નહીં ૧૭ વિદ્યાર્થીઓને એલસી વગર પ્રવેશ આપ્યા હતાં આવી અનેક ભુલોના લીધે આખરે માન્યતા રદ કરાઇ છે.
શિક્ષણ બોર્ડ દ્વારા એનઓસી આપવાની ના પાડયા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ સ્કુલની મંજુરી રદ કરવાનો નિર્ણય કરાયો છે.વર્ષ ૨૦૧૧થી બોગસ એનઓસી આધારે ફોર્જરી આચરવા બદલ સ્કુલને ૫૦ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
છેંતરપીડી આચરવા બદલ શિક્ષણ વિભાગે ડીપીએસ સ્કુલની માન્યતા રદ કરી હોવાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો જેના ભાગરૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્કુલની સ્થળ તપાસ કરી નિયામક કચેરીમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો જેના આધારે સ્કુલની કાયમી માટે મંજુરી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તેના માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી સ્કુલ કાર્યરત રહેશે વર્ષ ૨૦૨૧ના નવા શૈક્ષણિક સત્રથી સ્કુલને તાળા લાગી જશે