શાહિદ વીડિયોમાં વિચિત્ર મોઢું બનાવતો નજરે પડ્યો
મુંબઈ: ફિલ્મ કબીર સિંહનાં એક્ટર શાહિદ કપૂરનાં ફિલ્મી કરિઅરનો ગ્રાફ ઉંચો આવી ગયો છે. જે બાદથી દરેક તેની આગામી ફિલ્મ જર્સીની રાહ જોઇ રહ્યાં છે. હાલમાં પણ એવી ઘટના બની ગઇ કે લોકો શાહિદને કહેવા લાગ્યા અરે ભાઇ આવું ન કર નહીં તો એનસીબી ઘરે આવી જશે.
શાહિદ કપૂરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જે બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાહિદ મસ્તી કરતો નજર આવે છે અને વિચિત્ર ફેસ બનાવે છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ તેનાં પર ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે.
એકે તો એવું લખી દીધુ છે કે, શાહિદ ભાઇ, આવું ન કરો.. નહીં તો એનસીબી વાળા ઘરે આવી જશે. તો અન્ય એક યૂઝરે તેને ચરસી કહ્યો છે. આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ડ્રગ્સ કનેક્શન બહાર આવતાં એનસીબીએ બોલિવૂડની મોટી મોટી હસ્તીઓને સમન્સ બજાવ્યાં હતાં. આમાં બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું પણ નામ હતું. તેમજ કરન જોહરની પાર્ટીનાં વીડિયોની તપાસનાં પણ આદેશ આપવામાં આવ્યાં હતાં. જોકે આ વીડિયોને ક્લિન ચિટ મળી ગઇ છે.
પણ આ વીડિોયમાં શાહિદ કપૂર પણ નજર આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી એક મહિનો જેલમાં રહી ચૂકી છે અને હાલમાં તે બેઇલ પર છે. શાહિદ કપૂરનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તેનાં હાથમાં જર્સી ફિલ્મ છે. આ ફિલ્મ માટે શાહિદે એક બે કે ત્રણ નહીં પણ ૮ કરોડ રૂપિયા તેની ફીમાં ઘટાડો કર્યો છે. કથિત રીતે ફિલ્મ નિર્માતાઓએ એક્ટરને ફી ઓછી કરવા આજીજી કરી હતી. તેમણે કોરોનાને કારણે ફિલ્મનું શિડ્યુલ રોકવું પડ્યું હતું. જેને કારણે પ્રોડ્યુસર્સને ઘણું નુક્શાન થયુ હતું. જે બાદ એક્ટ રે આ ર્નિણય લીધો હતો.