સાથ નિભાના સાથિયા ૨ઃ ગોપી વહુ-કોકિલાબેનનું રીયુનિયન
મુંબઈ: ટીવી પડદા પર એક બાજુ નવા શોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ જૂના શો, નવા અંદાજમાં એકવાર ફરીથી પાછા આવી રહ્યા છે. આ સાથે જ હાલમાં ટીવીના સૌથી લોકપ્રિય શો સાથ નિભાના સાથિયા ૨ને લઈને ખૂબ જ ચર્ચાઓ છે. શોની ગોપી વહુ એટલે કે દેબોલીના ભટ્ટાચાર્જીએ પોતાના ફેન્સ માટે આ શો સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ તસવીરો શેર કરતી આવી છે.
હાલમાં જ તેણે પોતાના સાસુ કોકિલાબેન એટલે કે રૂપલ પટેલ સાથેના રીયુનિયનની તસવીર શેર કરી છે. દેબોલીનાએ રૂપલ પટેલ સાથે ફોટો શેર કરતા લખ્યું, સ્વાગત નહીં કરોગે હમારા. ફોટોમાં રૂપલ અને દેબોલીના ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. દેબોલીનાએ પહેલા પણ સેટ પરથી તસવીરો શેર કરી હતી. જોકે આ વખતે સીરિયલમાં તેનો લૂક બદલાયેલો જોવા મળી રહ્યો છે.
તે એક સશક્ત વહુ તરીકે નજર આવી રહી છે. આ ફોટોમાં દેબોલીના વર્ષો બાદ પોતાની ઓન સ્ક્રીન સાસુને મળીને ખૂબ જ ખુશ નજર આવી રહી છે. આ ફોટોમાં બંને તૈયાર થઈને દેખાઈ રહી છે. જ્યાં એકબાજુ ગોપી વહુએ પીંચ કલરની સાડી પહેરી છે, તો બીજી તરફ કોકિલાબેને પણ પિંક અને યેલો કોમ્બિનેશનની સાડીમાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ શો ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેને લઈને એક મીમ વાઈરલ થયું હતું. ત્યારે જ મેકર્સ આ સીરિયલની બીજી સીઝન બનાવવાનો ર્નિણય લીધો હતો. ત્યારથી જ ફેન્સ આ સીરિયલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જોકે મેકર્સે ફેન્સની આતુરતાને ઓછી કરવા માટે સીઝનનો પ્રોમો શેર કરી દીધો હતો. પ્રોમોમાં ગોપી વહુએ લીડ પાત્ર ગહના સાથે મુલાકાત કરાવી હતી. આ પ્રોમોમાં જોવા મળ્યું હતું કે ગહના એક સારા પરિવારમાં કામ કરે છે. તેને ઘરવાળા લોકોએ ઘણું બધું કામ આપી રાખ્યું છે. અહીં પર તેની પાસેથી ખૂબ કામ કરાવવાની સાથે જ ખરાબ વર્તન પણ કરાય છે. જેનાથી દુઃખી ગહના કંઈ બોલી શકતી નથી. તેના માટે ઘરનો એક સદસ્ય બોલે છે પરંતુ તેણે પણ કડવા વચનો સાંભળવા પડે છે.