નરોડાનાં વેપારી સાથે વેસ્ટ બંગાળનાં ગઠીયાઓ દ્વારા રપ લાખની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ : પરપ્રાંતિય ગઠીયાઓ દ્વારા શહેરના વેપારીઓને ઠગવાની પ્રવૃતિ ચાલુ જ રહેતા નરોડા વિસ્તારમાં વધુ એક વેપારીએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે વેપારીને વાતોમાં લાવીને તેનો વિશ્વાસ જીતીને બંગાળના ગઠીયાએ ખોટા ચેક મોકલીને રૂપિયા પચીસ લાખથી વધુનો માલ ઉસેડી લીધો હતો બધાં જ ચેક બાઉન્સ જતાં વેપારીએ આખરે પોલીસનું શરણુ લેવું પડયું છે.
પ્રદીપ અગ્રવાલ ભાટ ગામ ખાતે રૂદ્રાક્ષ બંગ્લોઝમાં રહે છે અને નરોડા જીઆઈડીસીમાં મારુતિ ડાઈ સ્ટફ નામે વેપાર કરે છે ગયા વર્ષે
ડિસેમ્બર મહીનામાં જયોત્સના બબલુદાસ નામની વ્યક્તઅો સોશીયલ મિડીયા તથા ફોન દ્વારા તેમનો સંપર્ક કરીને પોતે વેસ્ટ બંગાલમાં દિનેશ ખંડેલવાલ નામના વ્યક્તિ સાથે ભાગીદારીમાં ડાઈઝનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું
ત્રણેક મહીનાના સંપર્ક બાદ પ્રદીપભાઈ એડવાન્સ રૂપિયા આપે તો ડાઈઝનો માલ મોકલવા તૈયારી બતાવી હતી જાકે જયોત્સનાએ ચાલાકી વાપરીને આપણે બંને રાજસ્થાની છીએ તમે આટલો વિશ્વાસ નહી રાખો તેવી વાત કરતાં પ્રદીપભાઈ ચેકની સામે માલ મોકલવા તૈયાર થયા હતા જેના પગલે ફેબ્રુઆરીના અંતમાં જયોત્સનાએ કુરીયર દ્વારા આશરે આઠ લાખનો ચેક મોકલ્યો હતો
જેમાં પેમેન્ટ તારીખ મોડી નાંખી હતી બાદમાં પ્રદીપભાઈએ માલ બંગાળ ખાતે મોકલી આપ્યો હતો બાદમાં જયોત્સનાદાસે અલગ અલગ રકમના ચેક મોકલી કુલ પચીસ લાખ ચૌદ હજારનો માલ મોકલી આપ્યો હતો અને તમામ ચેક જયોત્સનાદાસે થોડા દિવસ બાદ બેંકમાં વટાવવા જણાવ્યું હતું જાકે બાદમાં સંપર્ક ન રાખતા પ્રદીપભાઈ જયોત્સનાને શોધવા વેસ્ટ બંગાળ ગયા હતા
જયાંના સરનામે જયોત્સનાએ બતાવેલી જે.ડી. ડાઈઝ નામની કોઈ પેઢી અસ્તિત્વ ન હતી જાકે દીનેશ ખંડેલવાલ નામના વ્યક્તિઅે યુનિક માર્બલ નામની દુકાન હતી. સમગ્ર ઘટનાક્રમથી ચોંકી ગયેલા પ્રદીપભાઈ અમદાવાદ પરફ ફરીને પોતાની બેંકના એકાઉન્ટમાં ચેક જમા કરાવ્યા હતા.
જાકે તમા ચેક બાઉન્સ થતાં તેમને આઘાત લાગ્યો હતો છેવટે તેમણે પોતે છેતરપીંડીનો ભોગ બન્યાની જાણ થઈ હતી અને નરોડા પોલીસ સ્ટેશનમાં જયોત્સના દાસ તથા દીનેશ ખંડેલવાલ વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.