Western Times News

Gujarati News

SP રીંગ રોડ પર દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બેની અટક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલમાં વિદેશી દારૂની માંગ વધી રહી હોવાથી બુટલેગરો દ્વારા શહેરમાં વિવિધ કીમિયા દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા રહ્યા છે. જા કે એજન્સીઓ તેમની ઉપર પણ નજર રાખી રહી છે. જેના પગલે કેટલીય ગાડીઓમાંથી લાખોનો દારૂ ગત કેટલાંક દિવસોમાં પકડાયો હતો.

શહેરમાં પેટ્રોલીંગમાં ફરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમને પાકી બાતમી મળતા ગઈકાલે સાડા અગીયાર વાગ્યાના અરસામાં સરદાર પટેલ રીંગ રોડ પર વાચ રાખી હતી. ત્યારે વર્ણન અનુસારની એક કાર દેખાતા તેને કોર્ડન કરી લેવાઈ હતી.

જેમાંથી ડ્રાઈવર કાળુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (રહે.ઝાલોર, રાજસ્થાન) તથા રામનિવાસ પન્નારામ જાટ (રાજસ્થાન) ને ઝડપી લઈને કારની તપાસ કરતાં એક હજાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. જેથી ગાડી સહિત રૂ.અઢી લાખની મતા જપ્ત કરી બંન્ને સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઉદેપુરના સંજય નામના વ્યક્તિઅે દારૂનો જથ્થો નરોડા અમદાવાદમાં કોઈને આપવા માટે મોકલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.