Western Times News

Gujarati News

ગુજરાતમાં સર્વત્ર મેઘરાજાની મહેર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈ મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહયોછે કયારેક ઝાપટા પણ પડે છે. તેના સ્વરૂપનું દર્શન કરાવે છે. પૂર્વ વિસ્તાર કે પશ્ચિમવિસ્તાર, બધે જ ધીમી ધારે વરસાદ વરસતા લોકો છત્રી તથા રેઈનકોટના આશરે કામ-ધંધે જઈ રહયા છે. રસ્તાઓ ઉપર કેટલાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલથી શરૂ થયેલ વરસાદ અત્યાર સુધીમાં દોંઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, સીઝનનો અમદાવદ શહેરના કુલ વરસાદ ૭ ઈંચ થયો છે.

અત્યારે પાલડી, વાસણા, વેજલપુર શિવરંજની, એસ.જી. હાઈવે, સરખેજ, બોડકદેવ તથા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહયો છે. શહેરમાં વરસાદી માહોલ જામતાં જ રોગચાળાએ માથું ઉંચકયું છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યોછે.તથા ગંદકીના ઢગલા પણ ઠેરઠેર જાવા મળી રહયા છે.સરકારી હોસ્પીટલો, વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ ના દર્દીઓથી ઉભરાઈ રહયા છે. કેસ કઢાવવામાં ૩-૩ કલાક જતા હોવાથી ફરીયાદ મળે છે. રાજયમાં સાર્વત્રિક વરસાદને માહોલ જાવા મળી રહયો છે. રાજયના ૪૦ તાલુકામાં રથી૭ઈંચ વરસાદ પડયોહોવાના અહેવાલ મળ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાએ મહેર કરી છે.


રાજકોટમાં સવારથી જ વરસાદ વરસી રહયો છે. રસ્તાઓમાં પાણી ભરાતા-વાહનવ્યવહારને ઠપ થઈ ગયો છે. ગીરનારામં ૪ ઈંચ વરસાદ વરસતા ગીરનાર પર્વતની તળેટીમાં આવેલ દામોદર કુંડ છલકાઈ ઉઠયો છે. તથા સોનરમાંનદીમાં પુર આવાની માહિતી પ્રાપ્ત થશે. કચ્છમાં પણ મેઘરાજાની મહેર જાવા મળી રહી છે. મુંદ્રામાં ૩ ઈંચથી વધુવરસાદ હોવાનું જાણવા મળી રહયું છે. કચ્છની સુકી ધરતીમાં વરસતા વરસાદ આનંદની લહેર પ્રગટી ગોધરા સહીત અનેક વિસ્તારોમાં વરસાદના અહેવાલ મળી રહયા છે. ડાંગજીલ્લામાં વરસાદની મહેર યથાવત છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ દ્વારકા, ભાવનગર,જાડીયા તથા અમરેલી સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જાવા મળી રહી છે. જામનગરમાં સૌથી વધારે ૭ ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળીયામાં પ ઈંચ ગીરનારમાં ૪ ઈંચ, જાડીયામાં પ ઈંચ, તથા જામખંભાળીયામાં ર૪ કલાકમાં પઈંચ વરસાદ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.