કરીનાએ સૈફ સાથે ભાગી જવાની ધમકી આપી હતી
મુંબઈ: કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. આજે બંને સ્ટાર્સ પોતાના લગ્નની ૮મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. બંનેએ લાંબા સમય સુધી એક-બીજાના ડેટ કર્યા બાદ ૧૬ ઓક્ટોબર ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો પણ છે જેનું નામ તૈમૂર અલી ખાન છે.
ત્યારે કરીના પણ હવે ફરીથી મમ્મી બનવાની છે. પરંતુ શું તમે જાણો છો કે કરીનાએ સૈફ સાથે લગ્ન કરવા માટે પોતાના પેરેન્ટ્સ ધમકી આપી હતી. હકીકતમાં મામલો એમ છે કે કરીનાના પિતા રણધીર કપૂર અને માતા બબીતાને જણાવ્યું હતું કે તે મીડિયાથી દૂર ચોરીછુપી રીતે સાદાઈથી પોતાના લગ્ન કરવા ઈચ્છે છે.
જોકે આ વાત પર તેના પેરેન્ટ્સે વિરોધ કર્યો હતો. જેના પર કરીનાએ પોતાની મરજી મુજબ લગ્ન ન કરવા દેવા પર ઘરેથી લંડન ભાગીને એકલા જ લગ્ન કરી લેવાની ધમકી આપી હતી. વર્ષ ૨૦૧૩માં એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું હતું કે, મેં ધમકી આપી કે જો અમને આમ નહીં કરવા દેવામાં આવે તો અમે લંડન ભાગી જઈશું અને ત્યાં એકલા લગ્ન કરી લઈશું. આ બાદ તેમના મેરેજ રજિસ્ટર થયા પછી સૈફ-કરીનાએ ટેરેસ પર આવીને મીડિયા સામે હાથ ઊંચો કર્યો હતો.
કરીનાને ઘણા લોકોએ પોતાના કરિયરના સૌથી સારા સમયમાં સૈફ સાથે લગ્ન ન કરવા મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માની અને પોતાને સાચું લાગ્યું તેમ કર્યું. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર સૈફ અલી ખાન સાથે ‘એજન્ટ વિનોદ, ઓમકારા અને ટશન જેવી ફિલ્મો કરી ચૂકી છે. હાલમાં તે તૈમૂર સાથે દિલ્હીમાં જ છે. તેની આગામી ફિલ્મ આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા છે, ફિલ્મનું શૂટિંગ પણ ખતમ થઈ ગયું છે. કરીનાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે આમિર ખાનની ફિલ્મની સમગ્ર ટીમની શાનદાર જર્ની માટે આભાર વ્યક્ત કર્યો હતો.