ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે: સોનિયા
નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.સોનિયાએ પાર્ટીની એક બેઠકની અધ્યક્ષતા કરતા આ વાત કહી જેમાં કૃષિ કાનુનો અને દલિતો પર કહેવાતા અત્યાચારના મામલા પર દેશભરમાં વિરોધ પ્રદર્શનની રૂપ રેખા પર વિચાર કરવામાં આવ્યો કોંગ્રેસ મહામંત્રીઓ અને પ્રદેશ પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરતા સોનિયા ગાંધીએ ત્રણ કૃષિ કાનુનો,કોવિડ ૧૯ મહામારીનો સામનો અર્થવ્યવસ્થાની સ્થિતિ અને દલિતોની વિરૂધ્ધ કહેવાતા અત્યાચારના મામલા પર કેન્દ્ર સરકાર પર કડક હુમલા કર્યા હતાં.
બેઠક બાદ કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીએ કેન્દ્રમાં ભાજપ નેતૃત્વવાળી સરકારની કિસાન વિરોધી,મહિલા વિરોધી ગરીબ વિરોધી અને જન વિરોધી નીતિઓની વિરૂધ્ધ કાર્યક્રમોની શ્રૃંખલા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે ગત મહિને કોંગ્રેસમાં સાંગઠનિક સ્તર પર મોટા ફેરફાર બાદ સોનિયા ગાંધીએ પહેલીવાર મહામંત્રીઓ અને રાજય પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરી.બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે હરિત ક્રાંતિથી મળેલ લાભને સમાપ્ત કરવાનું કાવતરૂ રચવામાં આવ્યું છે કરોડો ખેત મજુરો બંટાઇદારો પટ્ટેદારો નાના અને સીમાંત કિસાનો નાના દુકાનદારોની રોજી રોટી પર હુમલો કરવામાં આવ્યો છે. આ ષડયંત્રને મળી નિષ્ફળ કરવાની આપણી જવાબદારી છે.
પાર્ટીએ કહ્યું કે કિસાન વિરોધી વિધેયકોના સંયુકત વિરોધ અને હાથરસની બળાત્કાર પીડિત માટે ન્યાય માટે અમારી પ્રતિબધ્ધ લડાઇની દિશામાં ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી અને ઇન્દિરા ગાંધીના બલિદાન દિવસને કિસાન અધિકાર દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. કિસાન અધિકાર દિવસ હેઠળ કોંગ્રેસ કૃષિ કાનુનોની વિરૂધ્ધ સવારે ૧૦ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી પ્રત્યેક જીલ્લા મુખ્ય કાર્યાલયે સત્યાગ્રહ અને ઉપવાસ કરશે પાર્ટી પાંચ નવેમ્બરે મહિલા અને દલિત ઉત્પીડન વિરોધી દિવસ મનાવશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી પ્રત્યેક પ્રદેશ કાર્યાલયમાં રાજયસ્તરીય ધરણા કરવામાં આવશે.
વેણુગોપાલે કહ્યું કે આ વરેષ દિવાળી ૧૪ નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરૂની જયંતીના દિવસે આવે છે અને તેનાથી એક દિવસ પહેલા ૧૩ નવેમ્બરે નહેરૂની વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણ વિષય પર દરેક પ્રદેશ મુખ્ય કાર્યાલયમાં સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવશે. જયારે ૧૪ નવેમ્બરે નહેરૂ દ્વારા નિર્મિત આત્મનિર્ભર ભારતની થીમ પર સ્પીક અપ ફોર પીએસયુ વિષયક ઓનલાઇન અભિયાન ચલાવવામાં આવશે.HS