Western Times News

Gujarati News

શિલ્પા શેટ્ટીએ પહાડો વચ્ચે પહોંચીને વૃક્ષાસન કર્યું

મુંબઈ: શિલ્પા શેટ્ટી તેની આગામી ફિલ્મ હંગામા ૨ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રી શૂટિંગ લોકેશન પરથી ફોટો અને વિડીયો શેર કરી રહી છે. શિલ્પા શેટ્ટી મનાલીમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

શિલ્પા શેટ્ટીએ ફરી એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે પર્વતોની વચ્ચે યોગ કરતી જોવા મળી રહી છે. વિડીયોમાં અભિનેત્રી ‘વૃક્ષાસન’ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું છે કે, મનોહર મનાલી જેવા શાંત વાતાવરણ મન, શરીર અને આત્માને વ્યવસ્થિત કરવા માટે યોગ્ય છે.

પ્રકૃતિની વચ્ચે વૃક્ષાસન કરવાથી ખાસ સિદ્ધિની ભાવના થાય છે, ખાસ કરીને જ્યારે સંતુલન સંપૂર્ણ હોય છે કારણ કે તે હંમેશા કરવું સરળ નથી. જ્યારે તમારી અંદર ખૂબ ઘોંઘાટ હોય તો શાંત સ્થાન પણ તમને અવ્યવસ્થિત લાગવા લાગે છે. તેથી આ આસન કરતા પહેલાં, તમારે તમારા મનને શાંત કરવું જોઈએ, વિચારોને વ્યવસ્થિત અને પોતાને ભેગા કરી લેવા જોઈએ.’

લોકો શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ આપી રહ્યા છે અને વિડીયોને પણ લાઈક કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ‘હંગામા ૨’ અને ‘નિકમ્મા’ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. જ્યારે ‘હંગામા ૨’ અભિનેત્રી પરેશ રાવલ અને મીજાન જાફરી સાથે જોવા મળશે

જ્યારે નિકમ્મામાં અભિમન્યુ દાસાણી અને શર્લી સેતિયાની સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. ‘હંગામા ૨નું ફર્સ્‌ટ લુક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મો સિવાય શિલ્પા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.