જમ્મુ કાશ્મીર : પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે સંઘર્ષ: બે આતંકીઓ ઠાર

Files Photo
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે બીજી વખત થડામણ થઇ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના હકરીપોરામાં આ અથડામણ થઇ છે. જો કે ઓપરેશન હજુ પણ શરુ જ છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે હકરીપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતિ મળતા તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતું. સુરક્ષા દળોએ જેવી એક મકાનની ઘેરાબંધી કરી તો આતંકે તેમના પર ગોળીબારી કરી. તો જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ તેમના પર ગોળીબારી કરી. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા છે.
સેનાની 50 આરઆર કંપની, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું છે. હજુ પમ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ છે. અથડામણની એક કલાકની અંદર એક આતંકીને ઠાર માર્યો અને ત્યારબાદ બીજી કલાકે બીજો આતંકી ઠાર મરાયો.