Western Times News

Gujarati News

અક્ષય એકપછી એક ફિલ્મ હાલ સાઇન કરે છે

મુંબઇ, અક્ષય કુમારની લોકપ્રિયતા સતત વધી રહી છે. અક્ષય કુમાર તમામ પ્રકારની ફિલ્મ સાઇન કરી રહ્યો છે. તેને જાઇને લાગે છે કે તે બાકી ફિલ્મ સ્ટાર્સ પર આવનાર સમયમાં પણ ભારે પડનાર છે. અક્ષય કુમાર અભિનિત મિશન મંગલ નામની ફિલ્મ આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે સુર્યવંશી, ગુડ ન્યુઝ અને લક્ષ્મી બોંબ નામની ફિલ્મમાં કામ કરનાર છે. અક્ષય કુમાર પહેલા જ મિશન મંગલમાં નિર્દેશક જગનશક્તિની સાથે કામ કરી રહ્યો છે. તે તેમની આગામી ફિલ્મમાં એક્કામાં પણ નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં નજરે પડનાર છે. એક્કા એઆર મુરુગદાસની ફિલ્મની હિન્દી રીમેક છે. કત્થી નામની તમિળ ફિલ્મની હિન્દી રીમેક રહેશે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં નજરે પડનાર છે. જગનશક્તિ મિશન મંગલ મારફતે નિર્દેશનના ક્ષેત્રમાં ડેબ્યુ કરનાર છે. પહેલા તે એક્કાથી ડબ્યુ કરનાર હતા પરંતુ જ્યારે જગનને ઇસરોની રોમાંચક વાર્તા મળી ત્યારે આ ફિલ્મ પર પહેલા કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે જગનશક્તિ ચીની કમ, પા, ઇગ્લિશ વિંગ્લશ, થુપક્કી અને હોલિડે જેવી ફિલ્મોમાં સહાયક નિર્દેશકના રોલમાં કામ કરી ચુક્યા છે. જગનનુ કહેવુ છે કે હવે ટુંક સમયમાં જ એક્કા ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. તમિળ ફિલ્મ કત્થીમાં વિજય લીડ રોલમાં નજરે પડ્યો હતો. ફિલ્મની પટકથા ખુડતોની આત્મહત્યા પર આધારિત હતી. હાલમાં તો જગનશક્તિને મિશન મંગલની રજૂઆતને લઇને ઉત્સુકતા છે.

આ ફિલ્મમાં અક્ષય કુમાર, તાપસુ પન્નુ, નિત્યા મેમન, ક્રિતી કુલ્હારી તેમજ સોનાક્ષી સિંહાની મુખ્ય ભૂમિકા છે. જગને કહ્યુ છે કે જ્યારે તેઓએ ભારતના પ્રથમ મંગલ અભિયાન માર્સ ઓર્ટિબર મિશનમાં ઇસરોની એક ટીમને ફોટોમાં નિહાળ્યા ત્યારે તેમના મનમાં ફિલ્મની પટકથા બેસી ગઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. મંગલ મિશનને લઇને જારદાર આશા જાવા મળી રહી છે. અક્ષય કુમારને બોલિવુડમાં એક પછી એક ફિલ્મ મળી રહી છે.અક્ષય કુમાર રોહિત શેટ્ટીની ફિલ્મમાં પણ નજરે પડનાર છે. ગુડ ન્યુઝ , લક્ષ્મી બોંબ પણ તેની સારી ફિલ્મ છે.અક્ષય કુમાર બોલિવુડમાં સૌથી સારી છાપ ધરાવનાર સ્ટાર તરીકે છે. તેની પાસે નવી અને લોકપ્રિય અભિનેત્રીઓ સાથેની ફિલ્મો આવી રહી છે. એક્કા નામની ફિલ્મ દક્ષિણ ભારતની ફિલ્મ પૈકીની એકની રીમેક છે.

હાલમાં દક્ષિણ ભારતની ફિલ્મોને રીમેક કરીને હિન્દીમાં રજૂ કરવા માટેની સ્પર્ધા ચાલી રહી છે. સાથે સાથે દક્ષિણ ભારતની લોકપ્રિય હિટ ફિલ્મોની રીમેકને બોલિવુડમાં બોક્સ ઓફિસ પર મોટી સફળતા હાંસલ થઇ રહી છે. કબીર સિંહ આનો દાખલો છે. કબીર સિંહ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડથી વધારેની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મ બાદ રીમેક ફિલ્મોની બોલબાલા વધારે જાવા મળી રહી છે. હજુ સુધી વધુ સાઉથ ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.