અપારશક્તિ ખુરાના બાબા કા ઢાબા ઉપર પહોંચ્યો
મુંબઈ: સાઉથ દિલ્હીમાં આવેલા ‘બાબા કા ઢાબા’ને સોશિયલ મીડિયાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. પહેલા અહીં ગ્રાહકો આવતાં નહોતાં પરંતુ આ વૃદ્ધ દંપતિ, જે આ ઢાબાને ચલાવતા હતા, તેમનો વિડીયો વાયરલ થયા પછી અહીં લોકોની લાઈન લાગી ગઈ છે. હવે સ્થિતિ એવી થઈ છે કે અહીં સેલેબ્સ પણ આવવા લાગ્યા છે.
તાજેતરમાં જ એક્ટર અપારશક્તિ ખુરાના ‘બાબા કા ઢાબા’ પર પહોંચ્યા અને પોતાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ સાથે જ એક્ટરે જણાવ્યું કે, તેણે અત્યાર સુધીનું બેસ્ટ મટર પનીર ખાધું. અપારશક્તિએ એક વીડિયો પણ શૅર કર્યો હતો અને જણાવ્યું હતું કે, કેવી રીતે બે યુવાન છોકરાઓ મુકુલ અને તુશાંત વૃદ્ધ દંપતિની મદદ કરે છે.
તેમણે એ પણ કહ્યું કે, આપણી આજુબાજુ અનેક બાબા કા ઢાબા હોય છે. બની શકે કે આપણે મુકુલ અને તુશાંતથી કંઈક શીખીએ અને તેવા લોકોની જિંદગીમાં ખુશીઓ ભરીએ જેમને જરુર છે. જો વાત કરવામાં આવે વર્કફ્રન્ટની તો અપારશક્તિ ટૂંક સમયમાં જ ફિલ્મ હેલ્મેટમાં જોવા મળશે. જેમાં તેમની સાથે પ્રનૂતન બહલ જોવા મળશે. જેણે ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.