સુબ્રમ્ણય સ્વામીએ વડાપ્રધાનને પત્ર લખ્યો: સુશાંત મામલે એમ્સના રિપોર્ટની સમીક્ષા કરવાની માંગ કરી
નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા કરવાની માંગ કરી છે જેમાં સુશાંતના મોતને હતચ્યા માનવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.
સ્વામીએ ડો સુધીર ગુપ્તાના નેતૃત્વવાળી ટીમ દ્વારા તૈયાર રિપોર્ટની ખામીઓ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન આકર્ષિત કર્યું છે એ યાદ રહે કે સુશાંતની હત્યાની આશંકા વચ્ચે ડોકટર ગુપ્તાના નેતૃત્વવાળી ટીમે મામલાની ફરીથી તપાસ કરી હતી પોતાના રિપોર્ટમાં ટીમે સુશાંતના મોતને હત્યા માનવાનો ઇન્કાર કર્યો હતો.
ભાજપ સાંસદે આ સંબંધમાં ટ્વીટ કરી કહ્યું કે જાે તેમને વડાપ્રધાન તરફથી કોઇ જવાબ મળ્યો નહીં તો તેઓ અદાલતનું વલણ કરશે તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપુત મામલામાં એમ્સની રિપોર્ટની સમીક્ષાને લઇ વડાપ્રધાન મોદીથી કોઇ જવાબ મળતો નથી તો મને જનહિત અરજી દાખલ કરવાનો અધિકાર છે.
સ્વામી શરૂઆતથી જ એમ્સના રિપોર્ટ પર સવાલ ઉઠાવતા આવ્યા છે તેમણે કેટલાક સમય પહેલા ટ્વીટ કરી કહ્યું હતું કે હું એમ્સ ટીમની કહેવાતી રિપોર્ટથી જાેડાયેલ મારા પાંચ સવાલો પર આરોગ્ય સચિવની સાથે વાતચીત પુરી કરી લીધી છે.
સ્વામીએ પુછયુ હતું કે શું એમ્સની ટીમે સુશાંતના શબનું પોસ્ટમોર્ટમ કર્યું હતું કે ફકત કુપર હોસ્પિટલના ડોકટરોની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પોતાનો મત બનાવ્યો,શું ડો સુધીર ગુપ્તાએ ઉચ્ચ અધિકારીઓને કહ્યું હતું કે એમ્સની વિશેષ ટીમ દ્વારા રિપોર્ટ રજુ કરતા પહેલા તે મુલાકાત આપે શું એમ્સની ટીમે પુરાવા નષ્ટ કરવાની તપાસ કરી અને શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ મામલાને મંત્રાલયના મેડિકલ બોર્ડને મોકલવા પર વિચાર કરશે.HS