હિમેશ રેશમિયાએ નેહા ક્ક્કડને આર્શિવાદ આપ્યા
મુંબઈ: પ્લેબેક સિંગર અને ઈન્ડિયન આઈડલ ૧૨ની જજ નેહા કક્કડના લગ્નને હવે થોડા જ સમયની વાર છે. નેહા અને રોહનપ્રીત દિલ્હીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. એક દિવસ પહેલા નેહાની મહેંદી અને હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી. નેહાના લગ્નને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
આ સિવાય ઈન્ડસ્ટ્રીના તેના ફ્રેન્ડ્સ પણ નેહા માટે ખુશ છે, જેમાં તેના કો-જજ હિમેશ રેશમિયાનો પણ સમાવેશ થાય છે. સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર હિમેશ નેહાના લગ્નને લઈને ખુશ છે. તેણે ઈન્ડિયન આઈડલ ૧૨ના ઓડિશન દરમિયાનનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વિશાલ દદલાની સાથે મળીને નેહાને ચીડવી રહ્યો છે.
બંને તાત્કાલિક બનાવેલું સોન્ગ ‘ચંડીગઢ મે ક્યા હુઆ થા?’ પણ ગાઈ રહ્યા છે. આ સોન્ગમાં નેહા ચંડીગઢમાં કોઈને મળી હોવાનો સંકેત આપી રહ્યું છે. જેના પરથી લાગી રહ્યું છે કે વિશાલ અને હિમેશ રોહનપ્રીત તરફ ઈશારો કરી રહ્યા છે. કો-જજ રોહનપ્રીતને લઈને ચીડવી રહ્યા હોવાની જાણ થતાં નેહા શરમથી લાલચોળ થઈ જાય છે. જે બાદ તે પણ સોન્ગ ગાય છે કે, ‘ચંડીગઢ મેં ક્યા હુઆ થા નહીં બતાઉંગી’. થોડા સમય બાદ વિશાલ અને હિમેશ પણ તેને જોઈન કરે છે.
હિમેશ રેશમિયાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે નેહા અને રોહનપ્રીતને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા છે. તેણે લખ્યું છે કે, ‘ચંડીગઢ મેં ક્યા હુઆ થા નેહા કક્કડની સાથે…આ ક્ષણ મને અનુભૂતિ શબ્દમાં વિશ્વાસ અપાવે છે. તું અને હું જાણું છું કે, જ્યારે ઈન્ડિયન આઈડલ ૧૨ના સેટ પર તાત્કાલિક આ સોન્ગ બનાવવામાં આવ્યું
ત્યારે મને જાણ નહોતી કે, તું કોઈને મળી રહી છે અને તે પણ સિંગર છે. જીવનના આ ખાસ દિવસની તને શુભેચ્છા. તું અને રોહનપ્રીત સિંહ આ મહિને જ લગ્ન કરી રહ્યા છો તે વાતનો વિશ્વાસ આવી રહ્યો નથી. સેટ પર આ સોન્ગ બાદ તે મને કહ્યું હતું કે, વાત સાચી છે અને તું આ મહિને જ લગ્ન કરવાની છે. જય માતાદી. ભગવાન તને હંમેશા ખુશ રાખે. અને હા, અમારો ભાઈ આદિત્ય નારાયણ પણ ટૂંક સમયમાં અમને સરપ્રાઈઝ આપવાનો છે.