Western Times News

Gujarati News

રાધે શ્યામમાં પ્રભાસ અને પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની

મુંબઈ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસના ૪૧મા જન્મદિવસ એટલે કે ૨૩ ઓક્ટોબર શુક્રવારે તેમની આગામી ફિલ્મ રાધે શ્યામનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં પૂજા હેગડે પ્રભાસની સાથે જોવા મળશે. મેકર્સ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેના કેરેકટરનો ફર્સ્‌ટ લુક આ મહિનાની શરૂઆતમાં જાહેર કર્યો હતો. મેકર્સે એક સુંદર મોશન વિડીયો રિલીઝ કર્યો છે.

તે એક રહસ્યમય દેખાતા જંગલની મધ્યમાં શરૂ થાય છે. જ્યાં વચ્ચે ટ્રેક પર ટ્રેન ચાલી રહી છે. તેમાં રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ, દેવદાસ-પાર્વતી અને છેવટે રાધે-શ્યામની લવ સ્ટોરીની ઝલક બતાવવામાં આવી છે. પ્રભાસે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર શેર કર્યું છે.

રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રાધે શ્યામમાં પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા ચેટ્રી અને કૃણાલ રોય કપૂર, સત્યરાજ, જગપતિ બાબુ, જયરામ, ભીના બેનર્જી, રિદ્ધિ કુમાર અને સત્યન પણ જોવા મળશે. રાધે શ્યામએ યુરોપમાં સ્થાપિત એક મહાકાવ્યાત્મક પ્રેમ કથા છે. હાલમાં પ્રભાસ અને પૂજા હેગડે ઇટાલીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રજૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.