Western Times News

Gujarati News

ઉલ્ટા ચશ્માની ટીમ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના વીકએન્ડ એપિસોડમાં જોવા મળવાની છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ૨૬મી ઓક્ટોબરે શૂટિંગ કર્યું હતું અને હવે સેટ પરની કેટલીક તસવીરો શેર કરી છે. સીરિયલમાં બબીતાનો રોલ પ્લે કરનાર મુનમુન દત્તાએ ઘણી બધી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અમારી ટીમ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી હતી
તેમજ શોના જજ મલાઈકા અરોરા, ગીતા કપૂર અને ટેરેંસ લુઈસ માટે પ્રશંસા કરતાં કેટલાક શબ્દો પણ લખ્યા છે. તેણે લખ્યું છે કે, ગઈકાલે અમારી ટીમ ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સરના સેટ પર પહોંચી હતી અને તે અદ્દભુત રહ્યું. આકર્ષક પર્ફોર્મન્સ જોઈને મજા આવી. છેલ્લા ઘણા સમયથી મેં આવી મજા નહોતી લીધી. શોના જજ પણ સારા છે. મલાઈકા અરોરા મેમની તો હું હંમેશાથી ફેન છું.

ડાન્સર કે કોરિયોગ્રાફર નથી પરંતુ તેમને ફેશન સેન્સ પણ ગજબની છે.
તેઓ ૯૦ના આઈકન છે અને હંમેશાની જેમ તેઓ સુંદર લાગે છે. તેઓ સ્વીટ પણ છે. ટેરેંસ સર માત્ર સારા ડાન્સર કે કોરિયોગ્રાફર નથી પરંતુ તેમને ફેશન સેન્સ પણ ગજબની છે. તેમનો હિંદી અને ઉર્દૂ પર કમાન્ડ પણ સારો છે. ગીતા કપૂર મા સાચેમાં સ્વીટહાર્ટ છે. ડાઉન ટુ અર્થ, પ્રેમાળ. બધા તેમને મા કહીને કેમ બોલાવે છે તેમાં કોઈ આશ્ચર્ય પમાડે તેવી વાત નથી.

શો દરમિયાન સીરિયલના કલાકારોએ જજ અને કન્ટેસ્ટન્ટ્‌સ સાથે ખૂબ મસ્તી કરી હતી.
હું તેમના કામને જોઈને મોટી થઈ છું. તેમની સાથે સ્ટેજ શેર કરવું તે મારા માટે આશીર્વાદ સમાન છે. પલક સિદ્ધવાની (સોનુ), સુનૈના ફૌજદાર (અંજલી મહેતા) તેમજ જેનિફર મિસ્ત્રીએ (રોશન ભાભી) પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. શો દરમિયાન સીરિયલના કલાકારોએ જજ અને કન્ટેસ્ટન્ટ્‌સ સાથે ખૂબ મસ્તી કરી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન પેજે શેર કરી છે.
જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન પેજે શેર કરી છે. સીરિયલની કાસ્ટની વાત કરીએ તો, મુનમુન દત્તા વન શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી હતી. જ્યારે અંજલી ભાભી એટલે કે સુનૈનાએ રેડ કલરનું ગાઉન પહેર્યું હતું.

તો સોનુ પણ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી હતી. તો માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ સાડી પહેરી હતી. બીજી તરફ તનુજ મહાશબ્દે કે જે સીરિયલમાં મિસ્ટર અયૈરનો રોલ કરી રહ્યો છે તેણે શોના હોસ્ટ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સાથે સેલ્ફી લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.