અમદાવાદ: પીરાણા-પીપળજ રોડ પર કાપડના ગોડાઉનમાં આગ: 9ના મોત
અમદાવાદ, શહેરમાંના પીરાણા પીપળજ રોડ પર નાનુકાકા એસ્ટેટમાં આવેલા કાપના ગોડાઉનમાં બોઈલર ફાટતા આગ લાગી હતી. બોઈલરના કારણે થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દીવલો પણ ધરાશાયી થઇ હતી.
ભીષણ આગમાં 9 જણનાં મૃત્યુની આશંકા છે. ત્યારે બીજી તરફ આગની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આગની ઘટનામાં 9 લોકોના મોત થયા છે જ્યારે ધરાશાયી થયેલી છત નીચે છ લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના અનેક કર્મચારીઓ ધરાશાયી થયેલી છતનો કાટમાળ ખસેડવાની અને તેમાં કોઈ ફસાયુ છે કે કેમ તેની શોધખોળ થઈ રહી છે.
અંદાજે 30થી 40 જેટલા જેટલા ફાયર વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાયેલા છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં પણ આગ લાગી હતી.