Western Times News

Gujarati News

અરિહંત હોમિયોપેથીક  મેડિકલ કોલેજ દ્વારા ઉવારસદ ગામે નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સંલગ્ન અરિહંત હોમિયોપેથીક  મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા તા. ૦૨/૧૧/૨૦૨૦  સોમવાર ના રોજ  ઉવારસદ ગામ, ગાંધીનગર ખાતે  કોવીડ -19 રોગ સામે લોક જાગૃતતા અભિયાન તથા  અન્ય રોગો માટે  નિઃશુલ્ક હોમિયોપેથીક સારવાર કેમ્પ નું આયોજન કરેલ હતું.

સમર્ગ વિશ્વ જયારે કોરોના વાયરસ ની મહામારી થી પસાર થઇ રહ્યું છે, તે વાયરસ ને ફેલાતો અટકાવા નક્કર રસી હજુ સુધી શોધાયી નથી આવા સંજોગો માં હોમીયોપેથી જે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેની સારવાર થી માનવ શરીર ની રોગપ્રતિકારક શક્તિ જાળવવી શક્ય બને છે તેમ જ તેને  વધારવા માં મદદરૂપ થાય છે.

કેમ્પ નો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તાર માં કોરોના વાયરસ થી થતા રોગ અંગેની લોક જાગૃતતા તથા જુના હઠીલા રોગમાં આડ અસર વગરની  હોમિયોપેથીક  સારવાર ની અસરકારકતા ફેલાવાનો હતો.

આ મેડિકલ કેમ્પ માં ૧૫૦ થી વધુ ગ્રામ્યજનો એ જુના હઠીલા રોગો જેવા કે સંધિવા , ખરજવું, ધાધર તથા બાળરોગો માટે અરિહંત હોમિયોપેથીક હોસ્પિટલ ના નિષ્ણાંત ડોક્ટરો પાસેથી સારવાર લીધેલ હતી.

આ કેમ્પ ની સાથે અરિહંત હોમિયોપેથીક મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા એક રેલી નું આયોજન પણ કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓ એ પોસ્ટર્સ ની સાથે ઘરે ઘરે જઈને ગ્રામ્યજનો ને કોરોના વાયરસ થી થતા રોગ થી બચવા માટે માહિતગાર કર્યા હતા તથા કોરોના રોગ સામે ની હોમિયોપેથીક રોગપ્રતિરોધક દવા નું પણ નિઃશુલ્ક  વિતરણ કરેલ હતુ.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈંનોવેશન યુનિવર્સિટી સંલગ્ન અરિહંત હોમિયોપેથીક મેડિકલ  કૉલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા નિયમિત રીતે વિવિધ ગામ ખાતે આવા નિઃશુલ્ક હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. તેનો લાભ ગ્રામ્યજનો ને વિના કોઈ મુલ્યે પ્રાપ્ત થાય છે. સમર્ગ કેમ્પ ના આયોજન નો હેતુ લોકો માં હોમીયોપેથી વિષે જાગૃતતા આવે, આડ અસર વગર ની આ પ્રાચીન ચિકિત્સા નો મહહતમ ગ્રામ્યજનો ને ફાયદો મળે અને જૂને હઠીલા રોગો ને સારવાર સરળ રીતે શક્ય બને તે હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.