Western Times News

Gujarati News

યુ-ટ્યૂબ પર કબડ્ડીના પાઠ ભણ્યા : માલપુર-કોયલિયા ગામના યુવકોની નેશનલ લીગમાં પસંદગી

મેદાનના અભાવે ખેતરમાં મેદાન બનાવ્યું

સોશ્યલ મીડિયાના ફાયદા-ગેરફાયદા અનેક છે આધુનિક ટેક્નોલોજી થકી અનેક અંતરિયાળ વિસ્તારના લોકોને તેમનામાં રહેલું કૌતક બતાવવાની તક મળતી હોય છે ભારતની રાષ્ટ્રીય રમત કબડ્ડી છે. થોડા વર્ષોથી પ્રોફેશનલ કબડ્ડીને પગલે રમત પ્રત્યે યુવાનોની રુચિમાં વધારો થયો છે  ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર ગામના પાર્થ વાઘેલા અને કોયલિયા ગામના રાહુલ ખાંટ નામના યુવકોની નેશનલ લેવલે પસંદગી થઈ છે. સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે પાર્થ વાઘેલા અને રાહુલ ખાંટ યુ ટ્યુબ અને ટીવી પર કબડ્ડીના દાવપેચ શીખી પસંદગી પામ્યા છે

અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવાનો રમત પ્રત્યે રસ દાખવી રહ્યા હોવાની સાથે મનપસંદ રમતમાં કારકિર્દી બનાવી દેશના ફલક પર નામ ચમકાવ્યુ છે માલપુર ગામનો પાર્થ વાઘેલા નામના યુવકે કબડ્ડીમાં છેલ્લા કેટલાક વર્ષોથી કબડ્ડીની રમત થી આકર્ષાઈ કબડ્ડીની રમત માટે તનતોડ મહેનત શરુ કરી હતી

યૂટ્યૂબ પર કબડ્ડીની રમત નિહાળી પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દરરોજ ૬ કલાકની અથાગ મહેનત પછી તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યા બાદ ૬૫ કેજી માં નેશનલ કક્ષાએ પસંદગી થતા દેશ અને વિશ્વમાં અરવલ્લીનું નામ રોશન કરવા માટે વધુ મહેનતમાં લાગી ગયો છે પાર્થ વાઘેલાની નિમણુંક થતા તેનો ઉત્સાહ વધારવા લોકો સન્માનીત કરી રહ્યા છે

માલપુર તાલુકાના કોયલીયા ગામનો રાહુલ વાઘભાઈ ખાંટ નામનો યુવક કબડ્ડીમાં દેશ વતી રમવા માટે ગામમાં મેદાન ન હોવાથી ખેતરમાં મેદાન બનાવી ગામના અન્ય યુવાનો સાથે કબડ્ડીની રમત રમવાનું શરુ કર્યા બાદ ટીવીમાં કબડ્ડીના પાઠ ભણી ૪ વર્ષની અથાગ મહેનત પછી રાષ્ટ્રીય લેવલે પસંદગી થતા સમગ્ર પંથકમાં આનંદ છવાયો છે રાહુલ મેઘરજ કોલેજમાં અભ્યાસ કરવાની સાથે કબડ્ડીમાં પણ મહેનતના જોરે સફળ રહેતા ગરીબ ખેડૂત પરિવારમાં આનંદ છવાયો હતો

અરવલ્લી જીલ્લાના બે યુવકોની રાષ્ટ્રીય કબડ્ડીની ટીમમાં પસંદગી થતા જીલ્લામાં આનંદ છવાયો છે બને યુવકો અરવલ્લીની ગિરિમાળાઓનું રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલ ખમીર વિશ્વમાં પહોંચાડે તેવી શુભેચ્છા લોકો પાઠવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.