ઉપેન્દ્ર લિમયેની મારા પિતા સમાનઃ ઉર્વશી પરદેશી
શાસ્ત્રીય કળાના સ્વરૂપોની ભારત પાસે લાંબો ઈતિહાસ છે, જેમાં ડાન્સ અને સંગીતનો સમાવેશ થાય છે અને આપણે ભારતિયો આ કળાના સ્વરૂપોને શીખવામાં અને પર્ફોમ કરવામાં ગર્વ અનુભવીએ છીએ. ટેલિવિઝન અભિનેત્રી ઉર્વશી પરદેશી કે જે તારા ફ્રોમ સતારાના આવનારા શો માં જોવા મળશે કે જે તાલિમબધ્ધ કથ્થક ડાન્સર છે તે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર ઉપેન્દ્ર લિમયેની પુત્રીની ભૂમિકા ભજવતી જોવા મળશે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના બ્રાન્ડ ન્યુ પ્રોજેકટ તારા ફ્રોમ સતારા તે એક કથ્થક શિક્ષકની અને તેની બે દિકરીઓ રાધિકા અને તારા સાથેના સંબંધની વાર્તા છે કે જે સતારામાં પોતાના કલાસીસ ચલાવે છે.
આ શો નુ શુટીંગ ચાલી રહ્યુ છે ત્યારે, ઉર્વશિ ઉપેન્દ્ર લિમયે સાથે બંધનમાં આવતી જોઈ શકાય છે અને તેણીને તે તેણીના પિતા જેવા લાગે છે.
ઉર્વશી ઉપેન્દ્રના ખૂબ જ વખાણ કરે છે કારણકે તે તેણીને પોતાની કાળજી બતાવીને અને અભિનય તેમજ ડાન્સમા ટેકો આપીને પોતાની સગી દિકરીની જેમ રાખે છે. તેણીના પોતાના પિતા એક ડાન્સર છે અને હંમેશા તેણીના ડાન્સ શિક્ષક રહ્યા છે અને તેવું જ કશુંક તારા ફ્રોમ સતારામાં બતાવાયુ છે. ઉપેન્દ્ર એક પિતાની જેમ તેણીને સાહજીક બનાવવા પ્રયત્ન કરે છે અને તેણીને તેના અભિનય, અભિવ્યક્તિ અને ડાન્સ સ્ટેપ્ઝમાં મદદ કરે છે તેમજ આ કલાકાર કે જે પોતેજ એક સ્થિર વ્યક્તિત્વ છે તે તેણીને કેટલાક જીવનના પાઠ પણ શીખવશે.
તેણીના અનુભવો વિષે વાત કરતી વખતે ઉર્વષીએ આભારીભાવે કહ્યુ, “ઉપેન્દ્ર સર તે મારા પિતા જેવા જ છે અને તારા ફ્રોમ સતારામાં મારુ જે પાત્ર છે તે મારા વાસ્તવિક જીવન સાથે ઘણું સામ્ય ધરાવે છે તેમ હું માનુ છું. જયારે ડાન્સની વાત આવે છે ત્યારે મારા બાળપણથી જ મારા પિતા મારા શિક્ષક રહ્યા છે અને આ શો નો જે વિષય છે તે આ લાઈનમાં જ છે.
ડાન્સ સિવાય ઉપેન્દ્ર જીએ મને મારા અભિનય કૌશલ્ય વિષે મૂલ્યવાન આંતરદ્રષ્ટી આપી છે અને મને ઘણા જીવનના પાઠો શીખવ્યા છે. મને ગર્વ છે કે તેમણે મને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વની સાથે કામ કરવાની તક મળી છે. તે એક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર છે અને તેમ છતા એકદમ નમ્ર છે.”