ભારતીય સેનાધ્યક્ષ જનરલ નરવણેનું નેપાળમાં સમ્માન કરાયું

ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને નેપાળી આર્મીના જનરલના પદથી સમ્માનીત કરવામાં આવ્યાં છે. નરવણેને આ સમ્માન નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ આપ્યું છે. કમાંડર ઈન ચીફ જનરલ કેએમ કરિયપ્પા પહેલા ઈન્ડિયન આર્મી ચીફ હતા તેણે આ ટાઈટલ 1950માં દેવામાં આવ્યું હતું. ભારત અને નેપાળની વચ્ચે સીમા વિવાદની વચ્ચે નરવણે ત્રણ દિવસની યાત્રા પર નેપાળ પહોંચ્યાં છે.
ગત વર્ષે જાન્યુઆરીમાં નેપાળી સેનાના ચીફ જનરલ પૂર્ણચંદ્ર થાપાને ભારતીય સેનામાં જનરલનું સમ્માન દેવામાં આવ્યું હતું. તેણે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ કોવિંદે આ સમ્માન આપ્યું હતું.
જણાવી દઈએ કે જનરલ નરવણે ત્રણ દિવસની પોતાની યાત્રામાં અંતિમ દિવસે પ્રધાનમંત્રી ઓલી સાથે મુલાકાત કરશે અને સૈન્ય પૈવેલિયનમાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલી આપશે. તેને સલામી આપશે. તે નેપાળી સમકક્ષ જનરલ પૂર્ણચંદ્ર થાપાની સાથે બેઠક કરશે અને શિવપુરીમાં આર્મી કમાંડ એન્ડ સ્ટાફ કોલેજમાં પ્રશિક્ષુ અધિકારીઓને સંબોધિત કરશે.