Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર સરકારથી નારાજ છે રાજ્યના પોલીસ વડા: ડીજીપીનુ પદ છોડી દેવાનો નિર્ણય

મુંબઇ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારથી નારાજ રાજ્યના પોલીસ વડા સુબોધ જાયસ્વાલે મહારાષ્ટ્ર ડીજીપીનુ પદ છોડી દેવાનો નિર્ણય કર્યો છે.

મળતી વિગતો પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં 50 ટોચના પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી.જે પછી તેની નીચેના સ્તરના અધિકારીઓની પણ બદલીઓ કરાઈ હતી.સૂત્રોનુ કહેવુ છે કે, સામાન્ય રીતે ગૃહ મંત્રાલય મોટા પોલીસ અધિકારીઓી બદલી કરતી વખતે પોલીસ વડાના અભિપ્રાય પર પણ ધ્યાન આપતુ હોય છે પરંતુ આ બદલીમાં સરકારે પોતાની મનમાની ચલાવી હતી.

ડીજીપીના અભિપ્રાયને ગણતરીમાં લેવાયો નહોતો અને તેનાથી નારાજ પોલીસ વડા સુબોધ જયસ્વાલે હવે મહારાષ્ટ્ર છોડી દેવાનો નિર્ણય લીધો છે.આ માટે રાજ્ય સરકારે તેમને લીલી ઝંડી પણ આપી દીધી છે.રોમાં સંખ્યાંબધ વર્ષો સુધી કામ કરી ચુકેલા સુબોધ જાયસ્વાલ હવે કેન્દ્ર સરકારના કોઈ પદ પર ફરજ બજાવશે.

એવી પણ માહિતી છે કે ,તેમને નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડીજી પણ બનાવી શકાય છે.મહારાષ્ટ્ર સરકાર દ્વારા માત્ર પોલીસ વિભાગમાં જ નહી પણ બીજા સરકારી વિભાગોમાં પણ ભારે ચંચૂપાત અને દખલગીરી થઈ રહી હોવાની બૂમો પણ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.