મહંત નૃત્ય ગોપાલ દાસની તબીયત લથડી

નવી દિલ્હી, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની તબીયત અચાનક બગડી ગઈ છે. તેમણે એન્બ્યુલન્સમાં લખનઉ લઈ જવામા આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, મહંત નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે. તેમને છાતીમાં દર્દની પણ ફરીયાદ છે. કેટલાક દિવસ પહેલા જ મહંત નૃત્ય ગોપાલ દાસે કોરોના સામે જંગ જીતી છે.
અયોધ્યા આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર મહંત નૃત્યગોપાલ દાસ ઓગષ્ટ મહીનામાં કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. કોરોના પોઝિટિવ થતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નૃત્યગોપાલ દાસને ગુરુગ્રામના મેદાંતા હોસ્પીટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. કેટલાક દિવસ સુધી તેમની સારવાર ચાલી. ત્યારબાદ તે કોરોના નેગેટિવ મળી આવી હતી.