Western Times News

Gujarati News

બ્રિડેને સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ કરી, વેબસાઇટ અને ટિ્‌વટર હૈંડલ લોન્ચ

વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચુંટણી જીત્યા બાદ બ્રિડેને સત્તા હસ્તાંતરણ અને નવી સરકારની રચનાનું કામ પણ શરૂ કર્યું છે તેના માટે તેમણે બિલ્ડબેકબેટર ડોટ કોમ નામથી વેબસાઇટ અને એટટ્રાનસિસન૪૬ નામથી ટિ્‌વટર હૈંડલ લોન્ચ કર્યું છે.એ યાદ રહે કે બ્રિડેન અને ઉપરાષ્ટ્રપતિ બનવા જઇ રહેલ ભારતીય મૂળની કમલા હેરિસની સામે કોરોના આર્થિક સુધાર વંશીય ભેદભાવ અને જળવાયુ પરિવર્તન જેવા મુખ્ય મુદ્દા હશે.

જીત પહેલા બ્રિડને કહ્યું હતું કે જનતાએ તેમને કોરોના મહામારીથી બચાવ અને અર્થવ્યવસ્થા પર કામ કરવા માટે મત આપ્યા છે તે રાષ્ટ્રપતિ કાર્યાલય પહોંચવા પર પહેલા દિવસથી પોતાની યોજના પર કામ શરૂ કરી દેશે તેમણે દાવો કર્યો કે તે દેશમાં ૨.૩૬ લાખ લોકોનો જીવ લઇ ચુકેલ વાયરસને નિયંત્રિત કરી લેશે.

એ યાદ રહે કે એ યાદ રહે કે જયારે અમેરિકી ચુંટણી પરિણામ આવ્યો તો ડેમોક્રેટિક પાર્ટી તરફથી બ્રિડેને ૨૯૦ ઇલેકટ્રોલ મત હાંસલ કર્યા ત્યાં તેના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપને ૨૧૪ મત મળ્યા આ સાથે જ બ્રિડેન અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપતિના રૂપમાં ચુંટાઇ આવ્યા જયારે કમલા હેરિસ અમેરિકાની પહેલી ઉપરાષ્ટ્રપતિ બની.

જીત પહેલા જ બ્રિડેને કહ્યું હતું કે આપણે યાદ રાખવાનું છે કે આપણી રાજનીતિ બેદર્દ અને ખતમ ન થનારી લડાઇ નથી અમાણી રાજનીતિનો હેતુ રાષ્ટ્ર માટે કામ કરવાનો છે ટકરાવને ઉશ્કેરવાનો નથી પરંતુ સમસ્યાઓનું સમાધાન કરવાનો છે ન્યાયની ગેરંટી આપવાનો છે બધાને સમાન અધિકાર આપવાનો છે આપણા લોકોના જીવન સ્તરમાં સુધાર કરવાનો છે આપણ હરીફ હોઇ શકીએ છીએ પરંતુ આપણે દુશ્મન નથી આપણે અમેરિકી છીએ બ્રિડેને જીત બાદ ટ્‌વીટ કર્યું કે મને અમેરિકા જેવા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કરતા હું તમારો આભારી છું. હું તમામ અમેરિકીઓ માટે રાષ્ટ્રપતિ બનીશ પછી ભલે તમે મને મત આપ્યો હોય કે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.