Western Times News

Gujarati News

ખરાબ એર ક્વોલિટીવાળા રાજ્યોમાં 30 નવેમ્બર સુધી ફટકડા ફોડવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલએ મોટો નિર્ણય આપ્યો છે. એનજીટી (NGT)એ સોમવારે પોતાના આદેશ આપતાં દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બાકી રાજ્યોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે ખતરનાક સ્તર પર છે, ત્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હશે.

ટ્રિબ્યૂનલે પોતાના આદેશમાં કહ્યું કે  જે રાજ્યોમાં વાયુ પ્રદૂષણ કે એર ક્વોલિટી ઠીક છે, ત્યાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે. ટ્રિબ્યૂનલે તેની સાથે જ એવું પણ કહ્યું કે ખરાબ AQIવાળા શહેરોમાં આ અવધિ સુધી આતિશબાજી પ્રતિબંધિત રહેશે.

NGTએ પોતાના આદેશમાં કહ્યું કે, નવેમ્બરમાં જે શહેરોમાં AQI ખરાબ કે ખૂબ જ ખરાબની શ્રેણીમાં હશે, ત્યાં ફટકાડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જે શહેરોમાં AQI મોડરેટ છે, ત્યાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની જ છૂટ મળશે. આ ઉપરાંત દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાના પ્રસંગે માત્ર બે કલાક માટે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી હશે. નોંધનીય છે કે આતિશબાજી પર NGTના આ નિર્ણયની અસર લાંબા ગાળા સુધી જોવા મળશે. વાયુ પ્રદૂષણની બગડતી સ્થિતિને જોતાં ટ્રિબ્યૂનલનો આ નિર્ણય ખૂબ જ અગત્યનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.