પુત્રી અને જમાઇ ટ્રંપ હાર સ્વીકારે તેમ ઇચ્છે છે
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રંપ ન સ્વીકારી રહ્યાં હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની જીંદ છોડી દેવી જાેઇએ રિપોર્ટ અનુસાર ટ્રંપના જમાઇ જેરેડ કુશનર અને પત્ની મેલાનિયા ઇચ્છે છે કે ટ્રંપ પોતાની હાર સ્વીકારી લે.
કુશનર ટ્રંપને મનાવવા માટે વ્હાઇટ હાઉસ પણ ગયા હતાં પરંતુ તેમને નિરાશા સાંપડી ટ્રમ્પ આ મામલે કંઇ જ સાંભળવા તૈયાર નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુત્ર ઇવાન્કા ટ્રંપ પણ પોતાના પિતાના આવા અડિયલ વલણથી નારાજ છે પરંતુ તેમના ભાઇ પિતાની સાથે છે ડોનાલ્ડ ટ્રંપ જુનિયર અને એરિકે સહયોગીઓને કહ્યું કે પરિણામનો સ્વીકાર ન કરે અને દબાણ બનાવવાનું ચાલુ રાખે સીધા શબ્દોમાં કહીએ તો ચુંટણીના પરિણામોને લઇ ટ્રંપ પરિવારમાં બે ફાડચા પડી ગયા છે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે ટ્રંપના જમાઇ અને તેના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનરે ચુંટણી પરિણામોને લઇને ટ્રંપ સાથે વાત કરી તેમણે ટ્રંપને સમજાવ્યું કે તેમણે મામલો આગળ વધારવાની જગ્યાએ પરિણામોને સ્વીકારી લેવું જાેઇએ પરંતુ ટ્રપ તેમની વાતને અવગણી નાખી એટલું જ નહીં મેલાનિયા ટ્રંપે પણ તેમને મનાવવાની ઘણો કોશિશ કરી પરંતુ ટ્રંપ કોઇનું પણ સાંભળવા તૈયાર નથી.
ટ્રંપ શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ચુંટણીમાં મોટા પાયે ગડબડી થઇ છે તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કાયદાકીય વિકલ્પના સહારે આ લડાઇને આગળ વધારશે ટ્રંપના બંન્ને પુત્રો પણ આ મામલો તેમના જેવા વિચાર ધરાવે છે.HS