Western Times News

Gujarati News

મુઝઝફરપુરમાં ઠેકેદારના પુત્રનું અપહરણ: ખંડણીની માંગ

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના પરિણામ આવતીકાલ તા.૧૦ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે ચુંટણી પરિણામ જાહેર થાય તે પહેલા જ મુઝફફરપુર જીલ્લામાં અપરાધિઓએ મોટી ઘટનાને પરિણામ આપ્યું છે મળતી માહિતી અનુસાર અહીં અપરાધિઓએ ચાર વર્ષ યુવકનું અપહરણ કરી લીધુ છે અને બાળકોના પરિવારજનોથી લાખો રૂપિયાની ખંડણી માંગી છે.

આ ધટના મોતીપુર પોલીસ સ્ટેશનના મોરસંડી ગામની બતાવવામાં આવી રહી છે આ મામલામાં યુવકના પિતા શત્રુધ્ન રામે પોલીસમાં અજાણ્યાઓની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરવાી છે. શટરિંગના કામ સાથે જાેડાયેલા શત્રુધ્ન રામના પુત્ર કૃષણ મોહનનું અપહરણ તે સમયે કરવામાં આવ્યું જયારે તે ઘરના દરવાજાની પાસે રમી રહ્યો હતો.

પરિવારજનોનું કહેવુ છે કે ખુબ શોધ કર્યા બાદ પણ કૃષણની કોઇ માહિતી મળી નહીં ત્યારે ફરિયાદ નોંધાવાઇ હતી પરિવારજનોનું કહેવુ છે કે તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અપહરણકારોએ બે વાર તેમને ફોન કરી ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી છે અને ધમકી આપી છે કે રૂપિયા મળશે નહીં તો પોતાના પુત્રથી હાથ ધોવા પડશે.આ મામલે પોલીસે કહ્યું કે ફરિયાદ દાખલ કરીને અપહરણકારોની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસનું કહેવુ છે કે જે નંબરથી યુવકના પરિવારને ફોન કરવામાં આવ્યો છે તેને સર્વિલાંસ કરવામાં આવ્યો છે. આરોપીઓને પકડવા માટે ટીમ બનાવાઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.