ઉધાર પરત નહીં કરતા આદિવાસી યુવકને જીવતો સળગાવી દેવાયો

ગુના, મધ્યપ્રદેશના ગુના જીલ્લાના બમોરી પોલીસ સ્ટેશનના ઉકાવદ ગામમાં ઉધાર નહી ચુકતે કરવા પર એક વ્યક્તિએે આદિવાસી સમુદાયના ૨૮ વર્ષના વ્યક્તિ વિજય સહરિયાને કહેવાતી રીતે કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધી હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી.
બીજી તરફ કોંગ્રેસે દાવો કર્યો છે કે વિજય સહરિયા બંધુઓ મજબુર હતો અને ફકત પાંચ હજારની ઉધારી નહીં ચકવવા પર દંબગોએ તેના પર કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો જયારે આ મામલાને ગંભારતાથી લેતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આ ઘટનાની પુરી તપાસ કરવવામાં આવશે તથા આરોપીઓને કડક સજા આપવામાં આવશે
માહિતી અનુસાર ઉધારી નહીં ચુકવવા પર ઉકાવદ ગામના વિજય સહરિયાને એક આરકોપીએ કહેવાતી રીતે કેરોસીન છાંટી આગ લગાવી દીધી તે પુરી રીતે દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજયુ હતું.
પોલીસ અધીક્ષક રાજેશકુમારસિંહે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ રાધેશ્યામ લોધાના રૂપમાં કરવામાં આવી છે તેની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે સિંહે કહ્યું કે આરોપી પણ ઉકાવદ ગામનો જ રહેવાસી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ગુના જીલ્લામાં થયેલ અગ્નિકાંડમાં સહરિયાની મૃત્યુ અત્યંત વીભત્સ અને દર્દનાક છે હું તેમને હ્દયથી શ્રધ્ધાંજલિ તથા તેમના પરિવારને સાંત્વના પાઠવુ છું. તેમણે કહ્યું કે ઘટનાની પુરી તપાસ કરાવવામાં આવશે અને આરોપીઓને કડક સજા અપાવવામાં આવશે.
કોંગ્રેસે આ ઘટનાની ટીકા કરી છે અને કહ્યું છે કે આરોપીઓને કડકમાં કડક સજા મળવી જાેઇએ પીડિત પરિવારની દરેક સંભવ આર્થિક મદદ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવું ધ્યાન રાખવું જાેઇએ ગુના જીલ્લાના કલેકટર કુમાર પુરૂષોતમે કહ્યું કે મૃતકના પરિવારજનોએ ૮.૫ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે આ ઉપરાંત પ્રશાસન મૃતકના બાળકોની શિક્ષાની પણ વ્યવસ્થા કરશે.HS