Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મતોના વિભાજનથી ભાજપને લાભ થયો

લખનો, ૨૦૧૭ની સામાન્ય વિધાનસભા ચુંટણીની કહાની ફરી આ વખતે દોહરાવવામાં આવી છે સપા અને બસપાની વચ્ચે મુસ્લિમ મતદારોના વિભાજનથી ભાજપને ફરી લાભ થયો છે. જયારે તે ચુંટણીમાં સપા બસપા ગઠબંધન ભાજપની વિરૂધ્ધ મેદાનમાં ઉતર્યા હતાં. આ વખતે અલગ અલગ ચુંટણી લડી બંન્ને પક્ષોએ ભાજપની વિરૂધ્ધ મુસ્લિમોના મોતને રિઝવવાનો પ્રયાસ કર્યો બંન્નેના ભાગમાં મુસ્લિમોના મત આવ્યા પરંતુ વિભાજનના કારણે ભાજપ તેનો લાભ ઉઠાવી લઇ ગઇ.

અમરોહાની નૌગંવા સાદાત વિધાનસભા બેઠક પર સપાના જાવેદ અબ્બાસે જાે કે ભાજપની સંગીતા ચૌહાણને કડક ટકકર આપી પરંતુ બસપાના ફુરકાન ઉભા રહેવાથી તેમને મુસ્લિમ મતોનું વિભાજન થતાં નુકસાન સહન કરવું પડયુ સપાના જાવેદ અબ્બાલનેકુલ ૩૪.૪૬ ટકા અને બસપાના ફરકાનને ૧૮.૪૮ ટકા મત મળ્યા બુસંદશહેર બેઠક પર પણ બસપાના મો યુનુસ ભાજપની ઉષા સિરસોહીની વિરૂધ્ધ ખુબ લડી,તેમને ૩૩.૦૮ ટકા મત મળ્યા પરંતુ આઝાદ સમાજ પાર્ટીના કાંશીરામના મો.યામીને પણ ૬.૬૯ ટકા અંક હાંસલ કરી તેમને નુકસાન પહોંચાડયું રહી સહી કસર સપાના ઉમેદવારે પુરી કરી લીધી આ બેઠક પર ચર્ચિત સાંસદ અસદઉદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજિલસ એ ઇત્તેહાદુલ મુસ્લમીનના ઉમેદવાર દિલશાદ અહમદ કોંગ્રેસના સુશીલ ચૌધરી અને રાલોદના પ્રવીણકુમાર સિંહ વચ્ચે પણ મુસ્લિમ મતોની ભાગીદારી રહી.

ટુડલા વિધાનસભા બેઠક પર સપરાના મહારાજ સિંહ ધનગરને ૩૦.૪૯ ટકા અને બસપાના સંજીવકુમારને ૨૨.૬૨ મત મળ્યા આ બંન્ને ઉમેદવારોનીવચ્ચે મુસ્લિમ મોતનો ખાસ્સુ વિભાજન થયું. આ ઉપરાંત બાંગરમઉ, ધાટમપુર,દેવરિયા બેઠકો પર પણ મુસ્લિમ મતોનું વિભાજન થતાં ભાજપને લાભ થયો છે. એઆઇએમઆઇએમના પ્રદેશ અધ્યક્ષ શૌકલ અલીએ કહ્યું કે યુપીમાં હકીકતમાં ખુદને ધર્મનિરપેક્ષ કહેવડાવતા પક્ષો જ ભાજપને લાભ પહોચાડે છે.

મુસ્લિમોના મત વિભાજીત થાય છે.જેને કારણે ભાજપ લાભ ઉઠાવી જાય છે. આવનાર વર્ષ ૨૦૨૨ની સામાન્ય ચુંટણીમાં અમારી પાર્ટી પુરી મજબુતીથી ચુંટણી લડશે મૌલાના આમિર રશાદીએ કહ્યું કે ખુદને સેકયુલર કહેવડાવતા પક્ષો પછી ભલે સપા બસપા બોય કે કોંગ્રેસ હોય મુસ્લિમ મતોને પોતાના ગુલામ બનાવી રાખવાની જુગતમાં હમેશા રહેશે મુસ્લિમ લીડરશિપની વાત કરનારા ઓવૈસીની પાર્ટીએ પણ બિહારમાં કથની કરનીમાં ફર્ક કરતા પણ આમ જ કર્યુ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.