Western Times News

Gujarati News

દેશ બચાવવા ભાજપ સંધનો સાથ છોડી તેજસ્વીને સાથ આપવા નીતીશને દિગ્વિજયસિંહની ઓફર

નવીદિલ્હી, બિહાર ચુંટણીના પરિણામ સામે આવી ચુકયા છે જનતાએ એકવાર ફરી નીતીશકુમારને નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને આગામી પાંચ વર્ષ માટે સત્તા સોંપી છે જયાંરે રાજદના નેતૃત્વવાળા મહાગઠબંધનને પણ ૧૧૦ બેઠકો પર વિજય અપાવ્યો છે.આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયસભાના સાંસદ દિગ્વિજયસિંહે નીતીશકુમારને સંધ અને ભાજપનો સાથ છોડવાની સલાહ આપી છે તેમનું કહેવુ છે કે દેશને બરબાદ થવાથી બચાવવા માટે નીતીશકુમારને ભાજપ અને સંઘનો સાથ છોેડી તેજસ્વીને સાથ આપવો જાેઇએ.

દિગ્વિજયસિંહે કહ્યું કે ભાજપ સંધ અમરવેલની સમાન છે. જે પેડ પર લપટાઇ જાય છે તે પેડ સુકાઇ જાય છે અને તે પોતે ઉછરી જાય છે નીતીશ જી લાલુજીએ તમારી સાથે સંધર્ષ કર્યું છે આંદોલનોમાં જેલમાં દયા છે.ભાજપ સંધની વિચારધારા છોૅડી તેજસ્વીને આશીર્વાદ આપી દો.આ અમરબેલ રૂપી ભાજપ સંધને બિહારમાં ઉછેરવા દેશો નહીં.

દિગ્વિજયસિંહે નીતીશકુમારને બિહાર છોડી ભારતીય રાજનીતિમાં આવવાની સલાહ આપી તેમણે કહ્મું કે નીતીશજી બિહાર તમારા માટે નાનુ થઇ ગયું છે તમે ભારતની રાજનીતિમાં આવી જાવ તમામ સમાજવાદી ધર્મનિરપેક્ષ વિચારધારામાં વિશ્વાસ રાખનારા લોકોને એકમત કરવામાં મદદ કરતા સંઘની અંગ્રેજાે દ્વારા અપનાવવામાં આવેલ ફુટ નાખો અને રાજ કરોની નીતિને ઉછેરવા દેશો નહીં વિચાર જરૂર કરો.

કોંગ્રેસ સાંસદે બિહારના મુખ્યમંત્રીને દેશને બરબાદ થવાથી બચાવવાની અપીલ કરતા કહ્યું કે આજ મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણજી પ્રત્યે યોગ્ય શ્રધ્ધાંજલિ હશે તમે તેમની જ વિરાસતથી નિકળેલા રાજનેતા છો ત્યાં આવી જાવ.
એટલું જ નહીં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર રામવિલાસ પાસવાનની વિરાસતને ખતમ કરવાનો આરોપ લગાવ્યો.તેમણે કહ્યું કે ભાજપે પોતાની કુટનીતિથી નીતીશનું કદ નાનુ કરી દીધુ અને રામવિલાસ જીની વિરાસતને સમાપ્ત કરી દીધી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.