નીતીશકુમાર સાતમીવાર મુખ્યમંત્રી પદના સોગંદ લઇ ઇતિહાસ રચશે
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીમાં જીતની સાથે નીતીશકુમાર ફરી એકવાર ઇતિહાસ રચવાના છે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમીવાર શપથ ગ્રહણ કરશે બિહારમાં રાજદને હટાવીને મુખ્યમંત્રીની ખુરશી પર બેસનારા નીતીશકુમાીરે સત્તાની ધુરા કયારેય પોતાના હાથમાંથી ખસકવા નથી દીધી નીતીશ બહુમતિની સાથે ભલે ૨૦૦૫માં મુખ્યમંત્રી બન્યા પરંતુ આ પહેલા ૨૦૦૦માં પણ તેઓ મુખ્યમંત્રી પદની શપથ લઇ ચુકયા હતાં જાે કે થોડા સમય બાદ બહુમતિ સાબિત ન કરી શકવાને કારણે તેમની સરકાર પડી ગઇ હતી.
ત્યારબાદ ૨૪ નવેમ્બર ૨૦૦૫ના રોજ તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા આ વખતે તેઓએ પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી ૨૦૧૦માં ફરી એકવાર વિધાનસભા ચુંટણીમાં જનતાએ તેમના પર વિશ્વાસ મુકયો ત્યારબાદ ત્રીજીવાર ૨૬ નવેમ્બર ૨૦૧૦ના રોજ શપથ લીધા ત્યારબાદ ૨૦૧૪માં તેઓ ભાજપથી અલગ થયા અને લોકસભા ચુંટણી બાદ રાજીનામુ આપ્યું પરંતુ ફરી ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૫માં ચોથીવાર મુખ્યમંત્રી બન્યા ૨૦૧૫માં લાલુ સાથે તેઓ ચુંટણી લડયા અને જીત હાંસલ થઇ અને નીતીશકુમાર પાંચમીવાર ૨૦ નવેમ્બર ૨૦૧૫માં મુખ્યમંત્રી પદના સોગંદ લીધા ત્યારબાદ ૨૭ જુલાઇ ૨૦૧૭ના રોજ તેઓએ છઠ્ઠીવાર મુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતાં હવે ફરી એનડીએની જીત થઇ છે.હવે એકવાર ફરી મુખ્યમંત્રી પદના સોગંદ લેશે.HS