Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા પાંચ લાખને પાર

Files Photo

લખનૌ, ઉત્તરપ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે પાંચ લાખને પાર કરી ગઇ છે પ્રદેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫,૦૧,૩૧૧ પહોંચી ગઇ આ વચ્ચે એક દિવસમાં જણાયેલા પોઝીટીવ કેસ અને એક દિવસમાં ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યામાં હવે સામાન્ય અંતર રહી ગયું છે આ કોરોનાની વિરૂધ્ધ લડાઇ લડી રહેલ સરકાર અને જનતા બંન્ને માટે સારા સંકેત કહી શકાય નહીં.

મુખ્ય સચિવ ચિકિત્સા અને આરોગ્ય આલોકકુમારે કહ્યું કે એક દિવસમાં કુલ ૧,૪૯,૨૧૩ સેમ્પલની તપાસ કરવામાં આવી પ્રદેશમાં અત્યાર સુધી કુલ ૧,૬૩,૭૭,૦૫૮ સેંપલની તપાસ કરવામાં આવી છે પ્રદેશમાં ગત ૨૪ કલાકમાં કોરોનાથી સંક્રમિત ૨૧૧૨ નવા મામલા આવ્યા છે પ્રદેશમાં ૨૨,૮૪૬ કોરોનાના એકિટવ મામલા છે તેમણે કહ્યું કે અત્યાર સુધી ૪,૭૧,૨૦૪ કોવિડ ૧૯થી ઠીક થનારા પુરી રીતે ઉપચારિત થઇ ચુકયા છે.તેમણે કહ્યું કે આરટીપીસીઆરના માધ્યમથી ૭૨,૮૧૮ કોવિડ ૧૯ની ટેસ્ટિંગ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તહેવારો પ્રસંગ પર લોકોને વિશેષ સતર્કતા દાખવવાની અપીલ કરવામાં આવી રહી છે જયો ઇ સંજીવનીના માધ્યમથી ૨૪ કલાકમાં ૨,૮૮૫ ચિકિત્સીય પરામર્શ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ ૧,૯૯,૫૦૩ લોકો ચિકિત્સીય પરામર્શ લઇ ચુકયા છે એ પણ બતાવવામાં આવ્યું છે કે ઇ સંજીવની એપ તમિલનાડુ બાદ ઉત્તરપ્રદેશ દેશમાં બીજુ રાજય છે જયાં ઇ સંજીવની પર ચિકિત્સીય પરામર્શ લેવામાં આવી રહ્યો છે અને આ સતત જારી છે.જીલ્લા સતર પર કોરોનાથી થનાર મોતનો આંકડો જાેઇ તો આ મામલામાં પાટનગર લખનૌ સતત ટોચ પર છે છેલ્લા ચોવીસ કલાકમાં ૫ કોરોના દર્દીઓના મોત થયા છે જયારે મેરઠમાં ત્રણ,વારાણસી આગ્રા અયોધ્યા જાૈનપુર મૈનપુરી તથા સિધ્ધાર્થનગરમાં ૨-૨ કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા આ ઉપરાંત પ્રયાગરાજ ગૌતમબુધ્ધ નગર ગોંડા બસ્તી રાયબરેલી ફર્રૃખાબાદ સોનભદ્ર બાંદા ઔરૈય્યા તથા આંબેડકર નગરમાં ૦૧-૦૧ કોરોના સંક્રમિતોના મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.