ગુજરાત: કોરોના વાયરસનાં ૧૧૨૫ નવા કેસ નોંધાયા

Files Photo
અમદાવાદ, ભારતમાં એક દિવસમાં ૩૮૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૨૫ નવા કેસ સામે આવ્યા છે અને વિવિધ જગ્યાએથી ૬ લોકોના મોત નીપજ્યાં છે. જેથી કોરોનાનો કુલ આંકડો પણ વધીને ૧૮૩૮૪૪ થયો છે.
રાજ્યમાં ૧૧૨૫ નવા દર્દીઓ સામે ૧૩૫૨ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી હવે સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧૬૭૮૨૦એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૬ મોત સાથે કુલ મૃત્યુઆંક પણ ૩૭૭૯એ પહોંચ્યો છે. એવું લાગી રહ્યું છે કે જેમ જેમ તહેવારો નજીક આવતા જઈ રહ્યાં છે તેમ તેમ કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ પણ ૧૨,૨૪૫ થયાં છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૬ લોકોના મોત થયા છે. ૭૪ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૧૨,૧૭૫ દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધી ૧,૬૭,૮૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૨૮ ટકા છે. આજે કુલ ૪,૯૫,૯૮૬ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૯૫,૮૯૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે અને ૯૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.SSS