Western Times News

Gujarati News

કોરોના કારણે તમિલનાડુ સરકારે સ્કૂલ ખોલવાનો નિર્ણય પાછો લીધો

ચે‌ન્નાઈ, તમિલનાડુ સરકારે બાળકોના માતા પિતાની સલાહ લઇને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9માં ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો લીધો છે. અને જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ જ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી કોલેજ ખુલી ગયા છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને વિશ્વવિદ્યાલય ખાલી શોધકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે જ બે ડિસ્મેબર સુધી ખુલશે.

સરકારે કહ્યું કે અન્ય પાઠ્યક્રમો માટે કોલેજ ખોલવાની જાહેરાત આવનારા સમયમાં કરવામાં આવશે. સરકારની તરફથી જણાવવામાં આવ્યું છ કે છાત્રાવાસ ખાલી તે વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે જે જેમણે ગત મહિનાથી ભણતર ફરીથી શરૂ કરશે. સાથે જ સરકારે કહ્યું કે નવમાં ધોરણથી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે 16 નવેમ્બરથી શાળા ખોલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેને રદ્દ કરવામાં આવ્યો છે. સ્થિતિનું ચિતાર્થ મેળવી આ મામલે આવનારા સમયમાં શાળા ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં એક દિવસમાં કોવિડ 19ના 47,905 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં સંક્રમણના કેસ વધીને 86,83,916 થઇ ગયા છે. ત્યાં જ દેશમાં હજી સુધી 80,66,501 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 550 લોકોની મોત થઇ ગયા પછી મૃત્યુ સંખ્યા 1,28,121 થઇ ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.