Western Times News

Gujarati News

સ્કોર્પિનની 5મી સબમરીન નેવીમાં જોડાઇ

નવી દિલ્હી, ભારતીય નૌસેનાએ ગુરુવારે સમુદ્રમાં પોતાની તાકાત વધારવા માટે સ્કૉર્પીન ક્લાસની 5મી સબમરીનને નેવીમાં સામેલ કરી છે. વાગિર સબમરીનને મઝગાંવ પોર્ટમાં આયોજીત મોટો સમારંભ બાદ નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. આવનારા સમયમાં આ સબમરીન ભારતીય સમુદ્રી સીમામાં ભારતની તાકાત વધારશે.

વાગિર સબમરીનને મઝગાંવ પોર્ટમાં આયોજીત મોટો સમારંભ બાદ નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. વાગિર પનડુબ્બી પ્રોજેક્ટ 75 ટકા ભાગ આ દ્વારા પૂર્ણ થઇ ગયો છે. આ હેઠળ કુલ 6 સ્કૉર્પીયન સબમરીન બનાવાની હતી. જેમાંથી 5 બની ચૂકી છે. અને છઠ્ઠી સબમરીન વાગશીરના નિર્માણ કાર્યમાં તૈયાર થઇ રહી છે.

2015માં આ પ્રોજેક્ટની શરૂઆત અંતર્ગત પહેલી સ્કોર્પિન સબમરીન કલવારીમાં લૉન્ચ થઇ હતી. 2017માં તેને નૌસેનામાં જોડવામાં આવી હતી. આ સમારંભમાં નૌસેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ અંતર્ગત જ ભારતીય સેના તેની ત્રણેય પાંખની મજબૂત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અને એ હેઠળ જ વાગિન સબમરીનને અરબ સાગરમાં નૌસેનાની તાકાત વધારવા માટે પાણીમાં ઉતારવામાં આવી છે.

સ્કૉર્પીન ક્લાસની સબમરિન તમામ પ્રકારના કાર્ય કરવા માટે સક્ષમ છે. અને તે એક અત્યાધુનિક સબમરીન છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતના ચીન અને પાકિસ્તાન સાથે જે રીતના સંબંધો થઇ રહ્યા છે તે જોતા આવનારા સમયમાં ભારતીય સેનાએ તેની ત્રણેય પાંખ એટલે કે થલ સેના, જળ સેના અને વાયુ સેનાને મજબૂત કરવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.