Western Times News

Gujarati News

IIFL Finance ૧૦૦૦ કરોડ રૂ.ના બોન્ડ પર ૧૦.૫ ટકા વ્યાજ આપશે

અમદાવાદ,  દેશની સૌથી મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંથી એક, આઇઆઇએફએલ ફાઇનાન્સ ૦૬ ઓગસ્ટ, ૨૦૧૯એ બાેન્ડ્‌સ માટે પબ્લિક ઇશ્યૂ જાહેર કરશે, જે અંતર્ગત આ અતિશય સુરક્ષાની સાથે ૧૦.૫ ટકાનો વ્યાજદર રજૂ  કરશે. ૬ ટકા પ્રતિવર્ષથી ઓછાની બેન્ક ફિક્સ્ડ ડિપાઝિટ્‌સની તુલનામાં આઇઆઇએફએલ બાેન્ડ રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા ૪ ટકા પૉઇન્ટ વધુ રિટર્ન આપે છે. આઇઆઇએફએલ બાેન્ડ્‌સ રિટેલ રોકાણકારોને એવા સમયે વધુ આકર્ષક રિટર્ન આપી રહ્યું છે, જ્યારે આરબીઆઇ વ્યાજદરોમાં ઘટાડો કરવાની છે અને સ્ટાક બજાર નકારાત્મક રિટર્ન આપી રહ્યું છે.

આઇઆઇએફએલ ફાઇનાન્સના વાઇશ પ્રેસિડેન્ટ, શ્રી રાજીવ જોશીએ કહ્યુંં, “ભારતમાં ૧૯૪૭ શાખાઓની સાથે અમારી એક મજબૂત ભૌતિક પહોંચ અને વિવિધ પોર્ટફોલિયો દ્વારા અમે અંડરસર્વ્ડ જનસંખ્યાના વિભિન્ન સેગેમેન્ટ્‌સની કેર્ડિટની જરૂરિતાયને પૂરી કરી શકીએ છીએ.

એકત્રિક કરવામાં આવેલા ફંડથી અમને એવા અનેક ક્ષેત્રોમાં પોતાના કામનો વિસ્તાર કરવામાં મદદ મળશે. યૂકે સ્થિત સીડીસી ગ્રુપ દ્વારા સહયોગ પ્રાપ્ત આઇઆઇએફએલ ફાઇનાન્સ ૧૦૦ કરોડ રૂ.ના બાેન્ડ્‌સ પ્રકાશિત કરશે અને તેની પાસે ૯૦૦ કરોડ રૂ. ના ઓવરસબ્સક્રિપ્શન રિટેન કરવાનો ગ્રીન-શૂ વિકલ્પ હશે. (કુલ રકમ ૧૦૦૦ કરોડ રૂ. થઇ જશે).

આઇઆઇએફએલ બાpન્ડ્‌સ ૬૯ મહીનાના સમયગાળા માટે ૧૦.૫ ટકાનું સર્વોચ્ચ વ્યાજ દર રજૂ કરી રહ્યું છે. આ ૧૫ મહીનાના ટૂંકા ગાળા માટે સિક્યોર્ડ શ્રેણીમાં ૧૦ ટકાપ્રતિવર્ષનું વ્યાજ પણ આપી રહ્યું છે.

આ બાન્ડ્‌સમાં ચૂકવણીનો સમયગાળો માસિક, ત્રિમાસિક અને વાર્ષિક છે, તથા કૂપન બાpન્ડ ઝીરો છે. સિક્યોર્ડ શ્રેણીમાં રજૂ અન્ય સમયગાળો ૩૯ માસનો છે. કાર્પોરેટ અને ટ્રસ્ટ, જે માત્ર મેટ ચૂકવી રહ્યા છે, તે આ બાન્ડ્‌સમાં રોકાણ કરી શકે છે.

તે ખાસ કરીને ૧૫ મહીનાના સમયગાળા માટે રોકાણ કરી શકે છે, જેમાં વ્યાજ દર ખૂબ આકર્ષક છે. શાર્ટ ટર્મ લિક્વિડિટી ટાઈટનિંગના ચાલતા, ૧૫ મહીનાના બાન્ડ્‌સનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. આ એકમોનું ૧૦ ટકાના વ્યાજ દરખૂબ આકર્ષક છે. શાર્ટ ટર્મ લિક્વિડિટી ટાઈટનિંગના ચાલતા, ૧૫ મહીનાના બાpન્ડ્‌સનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. આ એકમોનું ૧૦ ટકાના વ્યાજ દર ટેક્સ સમાયોજિત કરવા પર ખૂબ જ આકર્ષક થઇ જાય છે. આ રીતનું કોઇ અન્ય રોકાણ આટલું સારું રિટર્ન નથી આપતું.

ક્રાઇસિલે આને એએ/સ્ટેબલની રેટિંગ આપી છે, જે પ્રદર્શિત કરે છે કે આ રોકાણ નાણાંકીય જવાબદારી પૂરી કરવા માટે સમય પર સર્વિસ આપવાની બાબતમાં ખૂબ સુરક્ષિત છે અને આમાં ક્રેડિટ રિસ્ક ખૂબ ઓછું.  આઇઆઇએફએલ બાન્ડ ૧૦૦૦ રૂ. ના ફેસ વેલ્યૂ પર પ્રકાશિત કરવામાં આવશે  અને દરેક શ્રેણીઓમાં આવેદનનો ન્યૂનતમ આકાર ૧૦,૦૦૦ રૂ. હશે. આના પબ્લિક ઇશ્યૂ ૦૬ ઓગસ્ટ, ૨૦૧૯એ શરૂ થશે અને ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ એ બંધ થશે. આમાં અર્લી ક્લોઝરનો વિકલ્પ પણ છે. ફાળવણી ‘પહેલા આવો, પહેલા મેળવો’ના આધારે કરવામાં આવશે.

આઇઆઇએફએલ ફાઇનાન્સ આઇઆઇએફએલ સમૂહનો હિસ્સો છે, જે ભારતની સૌથી મોટી રિટેલ કેન્દ્રિત ફાઇનાન્સિયલ સર્વિસીઝ કંપનીઓમાંતી એકના રૂપે ઉભરી આવી છે.  આઇઆઇએફએલ ફાઇનાન્સની પાસે લગભગ ૩૫૦૦૦ કરોડ રૂ. ના લોન એસ્સેટ અંડર મેનેજમેન્ટ છે. ઉલ્લેખનીય છે કે ૮૫ ટકા બુક રિટેલની છે, જે સ્માલ ટિકટ લોન્સ પર કેન્દ્રિત છે.

આઇઆઇએફએલ ફાઇનાન્સનો સફળ એનપીએ ૧.૯ ટકા છે અને કુલ એનપીએ ૦.૬ ટકા છે. ટોટલ કેપિટલ એડિક્વેસી ગુણોત્તર (સીએઆર) માર્ચ ૨૦૧૯ના અંતમાં ૧૯.૨ ટકા હતો, જેમાં ૧૬.૦ ટાકની ટિયર-૧ કેપિટલ છે, જ્યારે આના માટે કાનૂની જરૂરિયાત ક્રમશઃ ૧૫ ટકા અને ૧૦ ટકા છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૯માં આઇઆઇએફએલ ફાઇનાન્સે ૭૧૭.૪ કરોડ રૂ.નો પ્રાફિટ ટેક્સ નોંધાવ્યો, જે ૧૮.૩ ટકાની ઇક્વિટી પર મજબૂત રિટર્નની સાથે વર્ષના ૫૫ ટકા વધુ છે. આના વિવિધ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓની સાથે મજબૂત સંબંધ છે. ક્ષણિક ઉધાર સ્ત્રોતો પર નિર્ભરતા, એટલે કે કોમર્શિયલ પેપર (સીપી) ખૂબ જ ઓછું છે અને કંપની ૨૦૧૮ના આઇએલ અને એફએસ સંકટથી સીપી માર્કેટમાં ડ્રાઇ ડાઉનથી સફળતાપૂર્વક બહાર નીકળી આવી. ફંડના સ્ત્રોત રૂપે સીપી એ આ સપ્ટેમ્બર ૨૦૧૮માં ૨૪ ટકાથી ઘટાડીને માર્ચ ૨૦૧૯ના અંતમાં ૧૨ ટકા કરી દીધો.

ઇશ્યૂના લીડ મેનેજર એડેલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિ., આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ અને ટ્રસ્ટ એડવાઇઝર્સ પ્રા. લિ. છે. રોકાણકારોને લિક્વિડિટી આપવા માટે એનસીડીને બીએસઇ લિમિટેડ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઈ) પર લિસ્ટેડ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.