Western Times News

Gujarati News

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ

(હર્ષદ ગાયકવાડ, સુરત)   શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. જેને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઓવારાઓ પર પાણી આવી જતા તંત્ર દોડતું થયું છે. આજે સવારથી જ કાદરશાની નાળમાં ગટરીયા પૂરનાપાણી આખા વિસ્તારમાં ફળી વળતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. કેટલીક દુકાનોમાં ગટરીયા પૂરના પાણી ઘૂસી જતા ભારે નુકશાન થયું હોવાનું સ્થાનિક લોકો કહીં રહ્યા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, તાપી નદીમાં નવા નીર આવે એટલે ફ્‌લડ ગેટ બંધ કરી દેવાતો હોવાથી ગટરીયા પૂર આવે છે જેની શરૂઆત જ કાદરશાની નાળથી થાય છે. આ વર્ષોથી ચાલતું આવ્યું છે. વારંવાર રજૂઆતો કરાઈ છે. પણ ચોમાસામાં ગટરીયા પૂરનો સામનો કરવા આ વિસ્તારના લોકો હવે ટેવાઈ ગયા હોય એમ કહીં શકાય છે. ચોક બજાર ડક્કા ઓવારે તાપીના પાણી ફળી વળ્યાં છે. તાપી નદી કિનારે આવેલું સિંગોતર માતાનું મંદિર ડૂબી ગયું છે. લગભગ ૬.૫ ફૂટ સુધીના પાણી મંદિરમાં ઘૂસી ગયા છે.

 

તાપી નદી બે કાંઠે વહેતી થતા કાદર શા નાળમાં ગટરિયા પૂર- નદી તટે સિંગોતર માતાનું મંદિર ડૂબી ગયું
ફાયર વિભાગનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અોલપાડમાં તેમજ આજ આજુબાજુમાં થયેલ ભારે વરસાદના પગલે રેસિડેન્ટ સોસાયટીમાં કેટલાંક લોકો ફસાયા હતાં . આજે સવારે સુરત ફાયર વિભાગની ટીમ ે રેસ્ક્યુ અોપરેશન હાથ ધર્યુ હતું. અોલપાડના બાવા ફળિયા પાસે પરમ રો હાઉસ ૭૭માં ફસાયેલા વિજયભાઈ બી. પંચાલ ઉ.વ. પ૪, વિપુલ વિજય પંચાલ ઉ.વ. ર૮, અમિતા બેન પંચાલ ઉ.વ. ર૮, વસુમાતે વિજય પંચાલ ઉ.વ. પ૪ ને ફાયરની ટીમે રેસ્કયુ બોટમાં બેસાડીને સુરક્ષીત રીતે પૂરના પાણીમાંથી બચાવી લીધા હતાં.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપી નદી સતત બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદીનું જળસ્તર ઉંચુ આવતા ફલડ ગેટ બંધ કરાતા નાનપુરા કાદર શા નાળમાં ગટરના પાણી બેક મારતા ગટરિયા પૂરની સ્થિતિ ઉદ્દભવી હતી. જ્યારે પરવત પાટિયા પાસે મીઠીખાડી ભયજનક સ્તર વટાવી જતાં ખાડી તટીય વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. નાનપુરા કાદરશા નાળ અને પરવરત પાટિયામાં પૂરની સ્થિતિ રજૂ કરતી આ તસ્વીરો સાથે તાપી નદી બે કાંઠ ે વહેતી હોવાનું નજરે પડે છે.

પરવતમાં મીઠીખાડી ઓવરફલો રહેણાંક ક્ષેત્રોમાં પાણી ભરાયા  -મીઠીખાડી ભયજનક લેવલથી ૦.૪૦ મીટરે ઓવર ફલો
સુરત જિલ્લામાં સતત થઈ રહેલ ભારે વરસાદના પગલે શહેરમાંથી ખાડીઅો બંને કાંઠે વહી રહી છે. મીઠીખાડી આજે સત ત ત્રીજા દિવસે અોવર ફલો થવાથી પરવત ગામ ખાતે ખાડી કિનારે ના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીનું પાણી પ્રવેશતા પાલિકા તંત્ર એલર્ટ થયું છે.

સુરત મહાનગર પાલિકાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન શહેરની ખાડીઅોમાં ઉપરવાસથી વરસાદી પાણીની આવક થતાં ખાડીઅો બન્ ને કાંઠે વહી રહી છે. બારડોલી, ચોર્યાસી, પલસાણા અને કામરેજ તાલુકામાં થયેલ ભારે વરસાદના પગલે ખાડીઅો બન્ ને કાંઠે વહી રહી છે.

આજે બપોરે કાકરા ખાડીની સપાટી ૬ મીટર (ભયજનક સપાટી ૬.૫૦ મી), ભેદવાડ ખાડી ૫.૮૦ મી (ભયજનક સપાટી ૬.૭૫ મી), મીઠીખાડી ૭.૯૦ મી (ભયજનક સપાટી ૭.૫૦ મી) , ઓવરફલો ભાઠેના ખાડી ૫.૯૦ (ભયજનક સપાટી ૭.૭૦ મી), સીમાડા ખાડી ૪.૫૦ મી. (ભયજનક સપાટી ૫.૫૦ મી) મીઠીખાડી સતત ત્રણ દિવસથી અોવરફલો થઈ રહી છે. પરંતુ આજે સપાટી વધી જતાં રવરત પાટિયા વિસ્તારના ખાડી કિનારાનો સોસાયટીઅોમાં ખાડીના પાણી પ્રવેશ્યા હતાં. પરવત ગામ પાસે બ્રિજના બંને બાજુ , ચોર્યાસી ડેરી તરફ ખાડી પૂરના પાણીનો ભરાવો થતા લીંબાયત ઝોન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.