‘સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ’ અંતર્ગત ‘વિશ્વ શૌચાલય દિવસ’ ઉજવાશે
જળ શક્તિના કેન્દ્રીય મંત્રી ટોચના જિલ્લાઓ / રાજ્યોનું ‘સ્વચ્છતા પુરસ્કાર’ સાથે સન્માન કરશે
‘સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ (એસબીએમજી)’ અંતર્ગત સ્વચ્છતામાં મહત્વનું યોગદાન આપવા માટે સલામત સ્વચ્છતાની પહોંચ વધારવા તથા જિલ્લાઓ / રાજ્યોને સમ્માનિત કરવા પેય જળ અને સ્વચ્છતા વિભાગ (ડીડીડબ્લ્યુએસ), જળ શક્તિ મંત્રાલય આવતીકાલે એટલે કે 19 નવેમ્બર, 2020ના રોજ ‘વિશ્વ શૌચાલય દિવસ’ ઉજવશે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી શ્રી રતન લાલ કટારિયા આવતીકાલે એટલે કે 19 નવેમ્બર, 2020ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી ટોચના જિલ્લાઓ / રાજ્યોને ‘સ્વચ્છતા પુરસ્કાર’ દ્વારા સન્માન કરશે. પ્રવર્તમાન કોવિડ -19ની પરિસ્થિતિ જોતાં, આ વર્ષે પુરસ્કાર સમારોહનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી રહ્યું છે જેમાં પુરુસ્કૃત થનારા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા જોડાશે.
તબક્કા 1 (2014-19) હેઠળ થયેલા લાભોને ટકાવી રાખવા માટે અને ખુલ્લામાં શૌચથી મુક્તિ અને સોલિડ તથા લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસએલડબ્લ્યુએમ) પર ધ્યાન કેન્દ્રિત કરીને એસબીએમજીના તબક્કા 2નો પ્રારંભ આ વર્ષના શરૂઆતમાં કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષથી સામુદાયિક સ્વચ્છતા પરિસર (સીએસસી) ના બાંધકામ અને બ્યુટિફિકેશન પર કેન્દ્રિત વિવિધ અભિયાનોને જેવા કે સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાયલ (એસએસએસએસ) અને સામુદાયિક શૌચાયલ અભિયાનને (એસએસએ) દેશવ્યાપી શરુ કરવામાં આવ્યા છે.