સલમાન ખાનના ડ્રાયવર અને સ્ટાફના બેને કોરોના
મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના ડ્રાઇવર અને બે સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઇવર અને સ્ટાફ વિશે જાણકારી મળ્યા બાદ સલમાન ખાનએ પોતાને આઇસોલેટ કરી દીધી છે. નોંધનીય છે કે સલમાન ખાન હાલના દિવસોમાં ઘણો વ્યસ્ત છે અને બિગ બિસ-૧૪નું હોસ્ટિંગ કરી રહ્યો છે. એવામાં સલમાન ખાન આવનારા એપિસોડમાં જોવા મળશે કે કેમ તેના વિશે હજુ પણ જાણકારી નથી મળી શકી.
મળતી જાણકારી મુજબ, સલમાન ખાનની ગાડી ચલાવનારા ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફની પણ તપાસ કરાવવામાં આવી હતી. ત્યારબાદ સલમાન ખાનના સ્ટાફના બે અન્ય સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. મળતી માહિતી મુજબ આ વિગતો સામે આવ્યા બાદ અભિનેતા સલમાન ખાને પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે. આ દરમિયાન તે કોઈની સાથે પણ મુલાકાત નથી કરી રહ્યો. નોંધનીય છે કે, લૉકડાઉન બાદથી જ શૂટિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
સલમાન ખાને હાલમાં જ રાધે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ દિશા પટની જોવા મળશે. આ બધાની વચ્ચે, સલમાન ખાન બિગ બોસ સીઝન ૧૪ના હોસ્ટ તરીકે પણ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉનમાં છૂટ આપતાં છેલ્લા ૨-૩ મહિનામાં શૂટિંગ ફરીથી શરૂ થયું છે. કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે ફિલ્મોના શૂટિંગ પર મોટો વિરામ લાગ્યો હતો. જોકે કોરોનાનો ડર હજુ પણ ચાલુ છુ.
તે માત્ર એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના મામલા ભલે ઓછા દેખાતા હોય પરંતુ સંકટ હજુ ટકેલું નથી. મહારાષ્ટ્રમાં હાલના સમય કોરોના કેસ ૧૭ લાખનો આંકડો પાર કરી ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં ૧૭ લાખ ૫૭ હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને ૪૬ હજાર ૨૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.