Western Times News

Gujarati News

મહિલાઓ માટે બેંકે ખાસ સેવિંગ ખાતાં શરૂ કર્યાં

નવી દિલ્હી: ઇક્વિટસ સ્મોલ ફાઇનાન્સ બેંકે મહિલાઓ માટે એક ખાસ સેવિંગ અકાઉન્ટ શરૂ કર્યું છે. આ બચત ખાતા પર ૭%ના દરે વ્યાજ મળશે. આ સાથે મહિલાઓને વિના મૂલ્યે આરોગ્ય તપાસણી, મહિલા ડોકટરો, ગાયનેકોલોજિસ્ટ્‌સ અને માનસિક આરોગ્ય નિષ્ણાતો સાથે અમર્યાદિત ટેલિકન્સલ્ટેશનની પણ સુવિધા મળશે. બેંકનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે. ખાતું તમામ મહિલાઓને આપવામાં આવશે, જેમા સેલરીડ / હોમ મેકર્સ / બિઝનેસ વુમન/ વરિષ્ઠ નાગરિકો / ટ્રાંસવુમન અને બિનનિવાસી મહિલાઓ સહિતની તમામ મહિલાઓને આ સુવિધા મળશે.

આ સિવાય આ બેંક, એકાઉન્ટ લોકર પર ૨૫ થી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે જ બેંક મહિલાઓને ગોલ્ડ લોન રેટ અને પીએફ રિબેટમાં પણ ડિસ્કાઉન્ટ આપે છે. આ એકાઉન્ટ માટે કોઈ મેઇન્ટેનન્સ ચાર્જ પણ નથી લેવામાં આવતો. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઈવા એ એક યુનિક બચત ખાતું છે જે આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ જેવા દરેક પાસામાં ભારતીય મહિલાઓની સુખાકારીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે. ‘ બેંક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, તેને ખરીદી અને જમવા માટે ડેબિટ કાર્ડ પર અને રિકરિંગ ડિપોઝીટ બૂક કરવા માટે એક્સલૂસિવ રિવોર્ડ પોઇન્ટ્‌સ પણ મળશે.

ઇક્વિટસ સ્મોલ ફાઇનાન્સ બેંકે ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને આ પ્રોડક્ટના પ્રમોશન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે. આ અંગે મંધાના કહે છે કે ‘મને ખૂબ આનંદ થાય છે કે હું સમાજના તમામ વર્ગના નાણાકીય સશક્તિકરણ માટે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના આ અભિયાન સાથે સંકળાયેલ છું.

બેંકે કહ્યું કે, ઇક્વિટસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ એ બેંકિંગ આઉટલેટ્‌સની સંખ્યાના સંદર્ભમાં ભારતની બીજી સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે અને નાણાકીય વર્ષ ૨૦૧૯ માં એસેટ અંડર મેનેજમેન્ટ અને કુલ થાપણના સંદર્ભમાં ભારતની બીજી સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ તેની ડિસ્ટ્રિબ્યુશન ચેનલોમાં ભારતના ૧૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૮૫૩ બેંકિંગ આઉટલેટ્‌સ અને ૩૨૨ એટીએમ શામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.