Western Times News

Gujarati News

ભારત અને અમેરિકી લડાકુ વિમાનોએ યુધ્ધાભ્યાસ કર્યો

નવીદિલ્હી, અરબ સાગર અને હિંદ મહાસાગરમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે માલાબાર યુધ્ધાભ્યાસે ચીનની ચિંતા વધારી દીધી છે.શુક્રવારે સામે આવેલ વીડિયોઝમાં ભારતીય નેવીના મિગ ૨૯ અને અમેરિકી નેવીના એફ ૧૮ લડાકુ વિમાન જમીની સેના પર હુમલાનો યુધ્ધાભ્યાસ કરતા જાેવા મળી રહ્યાં હતાં લડાકુ વિમાન ભારતીય વિમાન વાહક જહાજ આઇએનએસ વિક્રમાદિત્યથી ઉડયન ભરતા અને લૈન્ડીંગ કરતા જાેવા મળ્યા હતાં.

માલાબાર યુધ્ધાભ્યાસના કેટલાક દ્‌શ્યો સોશલ મીડિયા પર પોસ્ટ કરતા ભારતીય નેવીએ કહ્યું કે ભારકતીય નૌસેનાના મિગ ૨૯ અને અમેરિકી એફ ૧૮ ઇડિયન નેવીના મૈરાટાઇમ પેટ્રોલ એયરક્રાફટ પી ૮૧ અને યુએસનેવીના એસઇડબ્લ્યુ ઇ ૨ સીથી એક સાથે ઉડયા હતાં.

માલાબાર નેવી અભ્યાસની બીજા તબક્કાની શરૂઆત ઉત્તરી આરબ સાગરમાં ૧૭ નવેમ્બરે થઇ હતી. આ અભ્યાસમાં બે વિમાનવાહક જહાજ અને કેટલાક અગ્રિમ જહાજ પનડુબીઓ અને દરિયાઇ ટોહી વિમાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે ચાર દિવસીય અભ્યાસમાં ભારતીય નૌસેનાના વિક્રમાદિત્ય જહાજ યુધ્ધક સમૂહ અને અમેરિકી નૌસેનાના નિમિત્ઝ સ્ટ્રાઇક ગ્રુપ પણ ભાગીદારી કરી રહ્યાં છે.યુએસએસ નિમિત્ઝ દુનિયાના સૌથી મોટા યુધ્ધ જહાજ છે.ઓસ્ટ્રેલિયાઇ નૌસેનાએ પોતાના જહાજ એચએમએએસ બેલેરેટચ તહેનાત કર્યા છે જયારે જાપાની નૌસેનાએ વિધ્વંસક જહાજ જેએસ મુરાસમેને મોકલ્યા છે.

માલાબાર અભ્યાસનો પહેલો તબક્કો ૩થી ૬ નવેમ્બરે બંગાળની ખાડીમાં આયોજિત થયો હતો અને આ દરમિયાન પનડુબી રોઘી અને હવાઇ યુધ્ધક ક્ષમતા સહિત અનેક જટિલ અભ્યાસ કરવામાં આવ્યા આ મોટા અભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે કે જયારે પૂર્વ લદ્દાખમાં ગત છ મહીનાથી પણ વધુ સમયથી ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે અધિકારીઓએ કહ્યું કે કવાડ કે ચાર દેશોના ગઠબંધન હેઠળ ચારેય દેશોની નૌસેના પરસ્પર સમન્વયથી જટિલ અભ્યાસ કરી રહી છે.ચીન માલાબાર અભ્યાસને શંકાની નજરે જાેઇ રહ્યું છે કારણ કે તેને લાગે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવને રોકવાનો પ્રયાસ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.