ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને સના ખાને આખરે લગ્ન કરી લીધા

ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે લગ્ન કર્યા-સના ખાનના લગ્નના ફોટા તેમજ વીડિયો ઇન્ટરનેટ ઉપર ઝડપથી વાયરલ થયા
મુંબઈ, સલમાન ખાનની કો-સ્ટાર અને બિગ બોસની રનર અપ સના ખાને હાલમાં એક મોટો ર્નિણય લીધો હતો. તેના ર્નિણયથી બધાને આંચકો લાગ્યો હતો. સના ખાને હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો ર્નિણય લીધો હતો. તેના ર્નિણય પર ઘણી પ્રતિક્રિયા આવી હતી. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. કારણ કે સના ખાનના લગ્ન ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે થયા છે.
સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સના ખાન અને મુફ્તી અનાસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સના ખાન કેક કાપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સના ખાન અને મુફ્તી અનાસના લગ્ન પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની માહિતી આપી હતી. તેમણે લખ્યુંઃ “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે. અને તે વધુ સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેના સર્જકની કુશળતા અનુસાર જીવશે. ગુનાહિત જીવનમાંથી બચવાને બદલે મારે માનવતાની રક્ષા કરવી જોઈએ. તેથી જ આજે હું જાહેર કરું છું કે આજથી હું મારું ‘શોબિઝ’ (ફિલ્મ ઈન્ડસ્જડ્રી) જીવનને અલવિદા કહી રહી છું. SSS